તાપી જિલ્લાના ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા એક સરકારી કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી કૈલાશચંદ્ર બાલુરામ મીના, જે સ્ટેશન પર ઈનચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે વર્ગ-3માં ફરજ બજાવે છે. આરોપીએ સ્ટેશન પરની કેન્ટીનના પેટા કોન્ટ્રાક્ટર પાસેથી દર મહિને 2000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. તેણે કેન્ટીનમાં યોગ્ય સફાઈ નથી રાખવામાં આવતી એવું કારણ આગળ ધરીને કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રિપોર્ટ કરવાની ધમકી આપી હતી.

