Home / World : 'Joe Biden died in 2020, and..', Donald Trump made a strange post

'જો બાઈડન 2020 માં મૃત્યુ પામ્યા હતા, અને ..', ડોનાલ્ડ ટ્રમ્પે કરી વિચિત્ર પોસ્ટ

'જો બાઈડન 2020 માં મૃત્યુ પામ્યા હતા, અને ..', ડોનાલ્ડ ટ્રમ્પે કરી વિચિત્ર પોસ્ટ

Donald Trump controversial Post: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (પહેલી જૂન) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક ખૂબ જ વિચિત્ર દાવા સાથે એક પોસ્ટ શેર કરી. તેમની પોસ્ટમાં પૂર્વ પ્રમુખ જો બાઈડેને લઈને કોન્સપિરેસી થિયરી બનાવવામાં આવી હતી. અમેરિકન પ્રમુખે દાવો કર્યો હતો કે જો બાઈડેન 2020માં મૃત્યુ પામ્યા હતા અને તેમના સ્થાને રોબોટિક ક્લોન આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક અજાણ્યા એકાઉન્ટથી શરૂ થયેલા આ કોન્સપિરેસી થિયરીમાં બાઈડેનની હત્યા કરવી અને રોબોટ્સ દ્વારા બનાવેલ નિર્જીવ, મૂર્ખ મશીન  દ્વારા બદલવાના અસાધારણ દાવા કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ અજાણ્યા એકાઉન્ટથી કરેલી આ પોસ્ટને રિપોસ્ટ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'ડેમોક્રેટ્સ અસલી અને ક્લોન વચ્ચે તફાવત કરી શકતી નથી'
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'જો બાઈડેન નથી. તેમની વર્ષ 2020માં હત્યા કરવામાં આવી હતી. તમે જેને બાઈડેન તરીકે જુઓ છો તે રોબોટ દ્વારા બનાવેલો તેમનો નિર્જીવ ક્લોન ડબલ છે. ડેમોક્રેટ્સ અસલી અને ક્લોન વચ્ચે તફાવત કરી શકતા નથી.' ટ્રુથ સોશિયલ પર એક અજાણ્યા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન, મેક અમેરિકા હેલ્ધી અગેઇન, યુએસ સ્ટીલ અને સ્ટીલ જેવા હેશટેગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ટ્રમ્પે ફરીથી પોસ્ટ કર્યો છે. 

બાઈડેન વિશે ખરાબ ન વિચારો
ટ્રમ્પની આ પોસ્ટ એક દિવસ પછી આવી છે જ્યારે તેમણે કહ્યું હતું કે, 'લોકોએ જો બાઈડેન વિશે 'ખરાબ ન વિચારવું જોઈએ અને ડેમોક્રેટ થોડા દુષ્ટ વ્યક્તિ છે. જો તમને તેના માટે દયા આવે છે, તો તેના માટે ખરાબ ન વિચારો.'

બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, જો બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમની ગંભીર બીમારી થોડા સમય પહેલા જાહેર થઈ હતી. આ પહેલા તે ભૂલવાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. 

 

Related News

Icon