Corona Virus news : કોરોના વાયરસની નવી આવૃત્તિ ચીન અને એશિયાના દેશોમાં ફેલાઈ રહી છે, જેના પગલે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાની આ નિમ્બસ આવૃત્તિ હવે અમેરિકા પહોંચી ગઈ છે અને 13 રાજ્યોમાં ફેલાઈ છે, જેણે ફરી એક વખત અમેરિકન સરકારની ચિંતા વધારી દીધી છે. આ વાયરસ યુરોપમાં ફેલાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. અમેરિકાના યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ અમેરિકામાં કોરોનાના નવા કેસોના લગભગ 37ટકા કેસ નિમ્બસ નામના વાયરસ એનબી.1.8.1ના છે.

