
લાંબા સમયથી રાહત બાદ કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાલ 83 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે. જોકે, હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી.
કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 19 મેના દિવસે ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. વધુ રાહતની વાત એ પણ છે કે, કોરોનાથી હજુ સુધી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના મોટાભાગના દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં કોરોનાના ચાર નવા કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા છે. શિવપાર્ક અને ગોવિંદનગર વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે. શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમા કેસ નોંધાયા છે. હાલ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ૨૦ બેડની પણ ઓક્સિજન સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાના એક્ટિવ કેસમાાં ગુજરાત ચોથા સ્થાને
કોવિડ પોઝિટિવ વ્યક્તિના સેમ્પલ ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેના આધારે નવા વેરિયન્ટના લક્ષણ છે કે નહીં તે ચકાસણી કરાય છે. હાલની સ્થિતિએ નવા વેરિયન્ટનો હજુ 1 કેસ નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદ શહેરમાં પણ પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાની માહિતી મળી રહી છે. ઝાડા, ઉલટી, કોલેરા, ટાઈફોડ સહિતના રોગોએ માથું ઉચક્યું છે.
છેલ્લા 25 દિવસમાં,
ઝાડા ઉલટી - ૬૪૦
કમળો - ૧૯૩
ટાઈફોડ - ૩૧૨
કોલેરા - ૨૧
મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો,
મલેરિયા - ૫૦
ડેન્ગ્યુ - ૧૯
ચિકનગુનિયા - 1