ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથુ ઉંચક્યું છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતું. છેલ્લા ચાર દિવસથી તેનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બિમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે.

