ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠનું એક શિક્ષક દંપતી ચારધામ યાત્રા દરમિયાન હરિદ્વારથી ભેદી રીતે ગુમ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે શિક્ષક દંપતી મુકેશ પટેલ અને મનીષા પટેલ, જેઓ મૂળ શહેરાના વતની છે અને ઉમરેઠના દુધાપુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ હરિદ્વારમાં છેલ્લે પરિવાર સાથે સંપર્કમાં હતા. પરિવાર સાથેની છેલ્લી ટૂંકી ફોન વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, નેટવર્ક ન આવે તો ફોન નહીં થાય, ચિંતા ન કરશો

