
બોમ્બની ધમકી અને વિમાન હાઇજેક કેસમાં સંડોવાયેલા અને NIAએ ઝડપેલા કુખ્યાત બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 14 કરોડ રૂપિયાના છેતરપીંડી કેસમાં બિરજુ સલ્લાની ધરપકડ કરાઈ છે.
વિમાન હાઈજેક કેસમાં સંડોવાયેલા અને NIAએ ઝડપેલા કુખ્યાત બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના 14 કરોડ રૂપિયાના છેતરપીંડી કેસમાં વોન્ટેડ બિરજુ સલ્લાની ધરપકડ કરાઈ છે. કૌભાંડી બિરજુ સલ્લાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પ્લેન હાઈજેક કેસમાં આરોપી બિરજુને આજીવન કેદની સજા થઈ છે.