
Ahmedabad News : રાજ્યમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સતત બનતી રહે છે, ત્યારે ફરી એકવાર શહેરમાં નરોડા પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીની વિદેશી નાણાં તથા સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે.
હિંમતનગર અને ચાંગોદરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા બે રીઢા આરોપી ઝડપાયા છે. સુતર કારખાના પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરતા જ પોલીસે બંને આરોપીઓને દબોચ્યા હતા. બંને આરોપી તથા અન્ય એક શખ્સે ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપી પાસે થી ૮૩ યુરો સહિત કુલ ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નરોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ આદરી છે.