Home / Business : Cross objections, fees and important information in appeals before the GST Tribunal

Business: GST ટ્રિબ્યુનલ સમક્ષ થયેલી અપીલમાં ક્રોસ ઓબ્જેક્શન, ફી અને અન્ય અગત્યની માહિતી

Business: GST ટ્રિબ્યુનલ સમક્ષ થયેલી અપીલમાં ક્રોસ ઓબ્જેક્શન, ફી અને અન્ય અગત્યની માહિતી

- GST નું A to Z

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જ્યારે અધિકારી અથવા વેપારી બેમાંથી કોઈ એક જણ કોઈ અપીલ કરે ત્યારે અન્ય પક્ષને ક્રોસ સબ્જેક્શન રજુ કરવા માટેની તક આપવામાં આવે છે

આપણે જાણીએ છીએ કે ગુજરાત વેચાણવેરા અને વેટની તુલનાએ જીએસટીની ટ્રિબ્યુનલની કેટલીક જોગવાઈઓ પ્રમાણમાં ઘણી રીતે જુદી પડે છે. આપણે એ પણ જાણીએ છીએ કે જીએસટી કર-પ્રણાલી હેઠળ દ્વિતીય અપીલ અને રિવિઝન આદેશ સામેની અપીલ તે ટ્રિબ્યુનલ સમક્ષ કરી શકાય છે. જ્યારે અધિકારી અથવા વેપારી બેમાંથી કોઈ એક જણ અપીલ કરે ત્યારે અન્ય પક્ષને ક્રોસ ઓબ્જેક્શન રજુ કરવા માટેની તક આપવામાં આવે છે.

ટ્રિબ્યુનલ સમક્ષ ક્રોસ ઓબ્જેક્શન એટલે શું? 

જીએસટી કાયદા હેઠળ પ્રથમ અપીલ (કલમ ૧૦૭) કે ફેર તપાસના આદેશ (કલમ ૧૦૮) સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની કોઈપણ ધંધો કરનાર વ્યક્તિ અને અધિકારીની સત્તા (કલમ ૧૧૨) છે. એવું બની શકે કે કોઈ કેસમાં બેમાંથી કોઈ એક પક્ષકાર જ અપીલ કરે. જયારે આવી અપીલ દાખલ કરવામાં આવી હોય અને નોટિસ મળે ત્યારે જે પક્ષકારની સામે અપીલ દાખલ કરવામાં આવી હોય તેઓ અપીલ દાખલ થયાની મળેલ નોટિસના ૪૫ દિવસમાં પોતે અપીલ ન કરેલ હોવા છતાં તે આદેશ સામેના પોતાના ક્રોસ ઓબ્જેક્શન ફોર્મ જીએસટી એપીએલ-૦૬માં ઇલેક્ટ્રોનિકલી અથવા ટ્રિબ્યુનલના રજિસ્ટ્રાર દ્વારા ઠરાવવામાં આવે તે રીતે દાખલ કરી શકશે. જો આવા ક્રોસ ઓબ્જેક્શન દાખલ કરવામાં આવે તો જાણે સમયસર અપીલ દાખલ કરવામાં આવેલ હતી તેમ ગણીને તેનો નિકાલ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે.

અપીલ કે ક્રોસ ઓબ્જેક્શન દાખલ કરવામાં મોડું થાય તો? 

કોઈપણ (અપીલપત્ર) આદેશથી નારાજ કોઈપણ વ્યક્તિએ આદેશ મળ્યાની તારીખથી ત્રણ માસમાં અપીલ કરવી જરૂરી છે. જ્યારે ક્રોસ ઓબ્જેક્શન અપીલ દાખલ થયાની નોટિસ મળ્યેથી ૪૫ દિવસમાં દાખલ કરવાની સમય મર્યાદા કાયદામાં નિયુક્ત કરવામાં આવેલ છે. જો કોઈ કારણસર અપીલ કે ક્રોસ ઓબ્જેક્શન આ નિર્ધારિત સમય મર્યાદામાં દાખલ કરવામાં ન આવે અને આવી ઢીલ માટેના કારણો ટ્રિબ્યુનલને વાજબી લાગે તો કલમ ૧૧૨(૬) ની જોગવાઈઓ મુજબ અપીલ માટે બીજા વધારાના ત્રણ માસ અને ક્રોસ ઓબ્જેક્શન માટે વધારાના ૪૫ દિવસનો સમય ટ્રિબ્યુનલ આપી શકશે. તેથી વધુ સમયનો વિલંબ માફ કરવાની ટ્રિબ્યુનલને સત્તા નથી અને તેથી સમયસર અપીલ કે ક્રોસ ઓબ્જેક્શન દાખલ થાય તેની સૌ વેપારીઓ અને સલાહકારોએ તકેદારી રાખવાની રહે છે.

અપીલ માટેની જરૂરી ફી 

ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવા માટે કે નામંજુર થયેલ અપીલ રિસ્ટોર કરવા માટે જે આદેશ સામે અપીલ કરેલ હોય તેમાં વેરાની રકમ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ કે વેરા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો તફાવત કે આદેશમાં નક્કી કરવામાં આવેલ ફાઈન  ફી, કે દંડની રકમ જે પણ હોય તેના પ્રત્યેક એક લાખ રૂપિયા માટે રૂપિયા ૧૦૦૦ પરંતુ કુલ રૂપિયા ૨૫,૦૦૦ થી વધુ નહીં તેટલી ફી અપીલ દાખલ કરવા માટે ભરવી ફરજીયાત છે. અલબત્ત જ્યારે ભૂલ સુધારણા માટે અરજી કરવામાં આવી હોય ત્યારે કોઈ ફી ભરવી જરૂરી નથી.

GST ટ્રિબ્યુનલની સત્તાઓ અને કાર્યો : 

૧. અપીલ દાખલ કરવાની પ્રક્રિયા : એક નવું GSTAT પોર્ટલ www.gstat.gov.in http://www.gstat.gov.in અસ્તિત્વમાં આવેલ છે જેના પર ઓનલાઇન અપીલ ફોર્મ APL-05 માં દાખલ કરવાની રહેશે. બે અપીલ નિયમથી ઠરાવેલ ફોર્મમાં દાખલ કરવાની રહેશે. ત્રણ અપીલના કાગળો A4 સાઈઝના હોવા જોઈએ અને ડબલ સ્પેસિંગમાં ટાઈપ થયેલા હોવા જોઈએ.

૨. જીએસટી કાયદાની કલમ ૧૧૨ની જોગવાઈ મુજબ જે તારીખે આદેશ બજાવવામાં આવેલ હોય ત્યારથી ત્રણ માસમાં બીજી અપીલ કરવી જરૂરી છે. ટ્રિબ્યુનલની કાર્યવાહીના નિયંત્રણમાં જોગવાઈ કરવામાં આવેલ છે કે અપીલ દાખલ કરવાની સમય મર્યાદાની ગણતરી વખતે જે દિવસે આદેશ બજાવવામાં આવેલ હોય તેને ધ્યાને લેવાનો રહેશે નહીં. વળી જે દિવસ અપીલ દાખલ કરવા માટેના ત્રણ મહિનાના સમયગાળાનો છેલ્લો દિવસ હોય તે દિવસે જો ટ્રિબ્યુનલ બંધ હોય તો તે દિવસ અને તેની તુરત પછીના દિવસો કે જ્યારે ટ્રિબ્યુનલ બંધ હોય તે બાકાત રાખવાના રહેશે. આમ, ટ્રિબ્યુનલની પ્રક્રિયાના નિયમમાં અપીલ દાખલ કરવાની સમય મર્યાદાની ગણતરી સ્પષ્ટ રીતે ઠરાવવામાં આવેલ છે

૩. સામાન્ય રીતે ટ્રિબ્યુનલ સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ અને બપોરે ૨:૩૦ થી ૪:૩૦ દરમ્યાન કાર્યરત રહેશે. ટ્રિબ્યુનલની વહીવટી ઓફિસ સવારે ૯:૩૦ થી સાંજના ૬:૩૦ સુધી ખુલ્લી રહેશે. જો કોઈ બાબત અગત્યની હોય તે અને તે અંગેના કાગળો નિયમ અનુસાર સંપૂર્ણ રીતે બપોરે ૧૨ વાગ્યા પહેલા રજૂ કરવામાં આવ્યા હશે તો તેની સુનાવણી તરત પછીના કામના દિવસે રાખવામાં આવશે. અપવાદરૂપ સંજોગોમાં ટ્રિબ્યુનલની પરવાનગીથી ૧૨:૦૦ વાગ્યા પછી પરંતુ ત્રણ વાગ્યા પહેલા રજૂ કરવામાં આવેલ આવી અગત્યની બાબતોના કાગળની સુનાવણી પછીના કામકાજના દિવસે રાખવામાં આવશે.

૪. ગમે તેટલી નોટીસ, રિફંડના દાવા કે માંગણા, દસ્તાવેજો કે ડેકલેરેશનને લગતા નિર્ણયો અપીલ અધિકારી દ્વારા તેમના આદેશમાં લેવામાં આવેલ હોય છતાં એક આદેશ સામે એક જ અપીલ દાખલ કરવાની રહેશે. પરંતુ જો એકથી વધુ અસલ અપીલ આદેશ પસાર કરવામાં આવેલો હોય તો પ્રત્યેક આદેશ માટે અલગ બીજી અપીલ કરવાની રહેશે. તેવી જ રીતે જો કોઈ આદેશ એકથી વધુ વ્યક્તિ માટે પસાર કરવામાં આવેલ હોય તો દરેક અસરકર્તા વ્યક્તિએ અલગ અપીલ દાખલ કરવાની રહેશે અને તેઓ દ્વારા ભેગી કે સંયુક્ત અપીલ દાખલ કરી શકાશે નહીં.

૫. બીજી અપીલ જો મૂળ અધિકારી (adjudicating officer) ના આદેશ સામે હોય તો તે અધિકારીનો અસલ આદેશ અને જો બીજી અપીલ પ્રથમ અપીલ આદેશ સામે હોય તો પ્રથમ અપીલનો અસલ આદેશ અને મૂળ અધિકારીના આદેશને બીજી અપીલના ફોર્મ સાથે સામેલ કરવાના રહેશે.

૬. અપીલની રજૂઆતના તમામ પત્રો તેમજ દસ્તાવેજો પર અધિકૃત પ્રતિનિધિનું નામ લખેલ અને સહી કરેલ હોવા જોઈએ. ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવામાં આવેલ કોઈ પણ કાગળ અંગ્રેજી ભાષામાં ન હોય તો તેનું અંગ્રેજી અનુવાદ કે જેની ખરી નકલ તરીકે અધિકૃત પ્રતિનિધિએ પ્રમાણિત કરેલ હોય તે જોડવાના રહેશે.

૭. જો દાખલ કરવામાં આવેલ અપીલ અરજી કે દસ્તાવેજમાં કોઈ ખામી જણાય તો જે તે અરજદારને  જાણ કરીને પરત કરવામાં આવશે અને જો તે ખામી સાત કામકાજના દિવસમાં સુધારી લેવામાં ન આવે તો તેને ટ્રિબ્યુનલના રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવ્યેથી રજીસ્ટ્રાર યોગ્ય આદેશ કરશે. રજીસ્ટ્રાર પૂરતા કારણોસર તે દસ્તાવેજો સુધારા કરવા માટે જે પાર્ટીએ દાખલ કરેલ હોય તેને પરત કરી શકે છે અને તેમને યોગ્ય લાગે તેવો સમય કે વધારાનો સમય સુધારા કરવા આપી શકે છે. પરંતુ આવો સમય કોઈપણ સંજોગોમાં જે તારીખે તે દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા હોય તેના ૩૦ દિવસથી વધુ હોઈ શકે નહીં.

૮. જો રજીસ્ટ્રાર  દ્વારા આપવામાં આવેલ સમયમાં જે તે વ્યક્તિ દ્વારા ખામીની સુધારણા કરવામાં ન આવે તો રજીસ્ટ્રાર તેવી અપિલ કે દસ્તાવેજો દાખલ કરવાની ના પાડી શકે છે.

૯. જ્યારે કમિશનર સિવાયની વ્યક્તિ દ્વારા અપીલ કે અરજી દાખલ કરવામાં આવી હોય ત્યારે પ્રતિવાદી તરીકે સંબંધિત કમિશનરને રાખવાના રહેશે. દાખલ કરવામાં આવેલ તમામ અપીલ અને દસ્તાવેજોની નકલ તે દાખલ કર્યા પછી જેટલી શક્ય હોય તેટલી ઉતાવળે કમિશનરને બજાવાની રહેશે 

૧૦. પ્રતિવાદીએ દાખલ કરવામાં આવેલ અપીલ કે અરજી મળ્યા ૩૦ દિવસમાં તેમનો જવાબ રજીસ્ટ્રારને રજૂ કરવાનો રહેશે અને તેમના જવાબની નકલ અપીલ કે અરજી દાખલ કરનારને બજાવવાની રહેશે કે જેના અપીલ કરનારે સ્વીકાર કરતો કે નકારતો પ્રત્યુત્તર આપવાનો રહેશે.

સુનાવણીની પ્રક્રિયા :

(૧) ટ્રિબ્યુનલ સમક્ષની સુનાવણીનું લિસ્ટ જે દિવસે સુનાવણી રાખવાની હોય તેના આગલા કામના દિવસે પ્રકાશિત કરવામાં આવશે. 

(૨) જીએસટીના નિયમ ૧૧૨ અનુસાર અપવાદરૂપ સંજોગો સિવાય પંચ સમક્ષ વધારાના મૌખિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકાશે નહીં.

(૩) પંચે તેને યોગ્ય લાગે તેવી શરતોને અધીન સનાવણીની કોઈપણ પ્રક્રિયા દરમિયાન તેને મુલતવી રાખી શકે છે.

 - હર્ષ કિશોર

 

Related News

Icon