Home / India : Kharge raises EVM issue in CWC meeting in Ahmedabad

'જો આવું જ રહ્યું તો એક દિવસ નરેન્દ્ર મોદી દેશને વેચી દેશે', CWC બેઠકમાં ખડગેએ EVMનો ઉઠાવ્યો મુદ્દો

'જો આવું જ રહ્યું તો એક દિવસ નરેન્દ્ર મોદી દેશને વેચી દેશે', CWC બેઠકમાં ખડગેએ EVMનો ઉઠાવ્યો મુદ્દો
CWC meeting: કોંગ્રેસનું ૮૪મું અધિવેશન ગુજરાતના અમદાવાદમાં યોજાઈ રહ્યું છે.  બે દિવસીય અધિવેશનમાં મંગળવારે પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક ચાર કલાક ચાલી. આજે બીજા દિવસે મુખ્ય સત્ર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી 1700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ સંમેલનમાં હાજર છે, પરંતુ પ્રિયંકા ગાંધી આ સંમેલનમાં હાજર રહ્યા નથી. આ સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ EVMનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ કહ્યું કે જો આવું જ ચાલું રહ્યું તો એક દિવસ નરેન્દ્ર મોદી એમના મિત્રોને દેશ વેચીને ચાલ્યા જશે.

આપણે આઝાદીની બીજી લડાઈ લડી રહ્યા છીએ

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણે આઝાદીની બીજી લડાઈ લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ફરક એ છે કે પહેલા સાંપ્રદાયિકીકરણનો વિદેશીઓને ફાયદો થતો હતો, હવે સરકાર તેનો ફાયદો ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશમાં એકાધિકાર સ્થાપિત થઈ રહ્યો છે અને સામાન્ય લોકોની સંપત્તિ આ સરકારના અમીર મિત્રોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. તેમણે AICCમાં કહ્યું કે જે રીતે જાહેર ક્ષેત્રના સાહસો "તેમના" મિત્રોને સોંપવામાં આવી રહ્યા છે, તે જોતાં એ દિવસો દૂર નથી જ્યારે મોદીજી દેશ વેચી દેશે. તેમણે કહ્યું કે આ સરકાર કેટલાક મિત્રોના ભોગે સામાન્ય લોકોના હિત સાથે સમજૂતિ કરી રહી છે. સરકારી મિલકતો આ ધનિકોને સોંપવામાં આવી રહી છે.

ચોર ચોરી કરે છે તે આજે નહીં તો કાલે પકડાઈ જશે

કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ EVMનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણીઓ EVM નહીં પણ બેલેટ પેપરથી થવી જોઈએ. સરકારે એવી ટેકનોલોજી વિકસાવી છે જેનાથી તેમને ફાયદો થઈ રહ્યો છે અને વિપક્ષને નુકસાન થાય છે. તેઓ ભાજપને ચેલેન્જ કરે છે કે ચૂંટણીઓ EVM નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવી જોઈએ. મહારાષ્ટ્રની ચૂંટણીઓ ફ્રોડ કરીને જ જીતી છે. મહારાષ્ટ્રમાં ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડીને 138 બેઠકો પર જીત મેળવીજે ૯૦ ટકા જીત છે. આ પહેલાં ક્યારેય જોયું નથી. ખડગેએ વધુમાં કહ્યું કે બધું જ ખબર પડી જશે કારણ કે ચોર ચોરી કરે છે તે આજે નહીં તો કાલે પકડાઈ જશે.
 

આખી દુનિયા EVMથી બેલેટ પેપર તરફ આગળ વધી રહી છે

 
ખડગેએ કહ્યું કે આખી દુનિયા EVMથી બેલેટ પેપર તરફ આગળ વધી રહી છે પરંતુ આપણે હજુ પણ EVMનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધું છેતરપિંડી છે. આ બધું બંધ થવું જોઈએ અને ભારતમાં પણ બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવાની જરૂર છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આખું વિશ્વ હવે બેલેટ પેપરથી મતદાન કરાવે છે અને આપણે EVM દ્વારા ચૂંટણી કરાવી રહ્યા છીએ.
 
ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, 'છેલ્લા ૧૧ વર્ષોમાં શાસક પક્ષે સતત બંધારણ પર હુમલો કર્યો છે. આપણી બંધારણીય સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ ગૃહના અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યું હતું, પરંતુ તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા, જે લોકશાહી માટે શરમજનક બાબત છે. સંસદમાં વક્ફ સુધારા બિલ પર ચર્ચાનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે, સરકાર સાંપ્રદાયિક ધ્રુવીકરણ બનાવવા માટે મોડી રાત સુધી સંસદમાં ચર્ચાઓ કરતી રહી, જ્યારે મણિપુર પર વહેલી સવારે થોડા સમય માટે ચર્ચા યોજાઈ.

સરકાર મણિપુર અંગે કંઈક છુપાવવા માંગે છે

તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મણિપુર અંગે કંઈક છુપાવવા માંગે છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે લોકશાહી ધીમે ધીમે નાશ પામી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ટેરિફ લાદ્યો પરંતુ સરકારે આ મુદ્દો સંસદમાં ઉઠાવવા દીધો ન હતો. ખડગેએ આરોપ લગાવ્યો કે મિત્રોને સરકારી ઉપક્રમો વેચાઈ રહ્યા છે જેના કારણે વંચિત વર્ગો અનામતનો લાભ મેળવી શકતા નથી. તેમણે દાવો કર્યો, 'જો આવું ચાલુ રહેશે, તો એક દિવસ આ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ વેચીને ચાલ્યા જશે.'
 
કોંગ્રેસ અધ્યક્ષે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચથી લઈને સંસદ સુધી સરકારનો વિસ્તાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે EVM દુનિયામાં ક્યાંય નથી, ફક્ત ભારતમાં જ છે. મતદાર યાદીમાં કથિત છેડછાડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે પ્રકારની છેતરપિંડી થઈ છે તે પહેલાં ક્યારેય થઈ નથી. હરિયાણામાં નાના પાયે થઈ હતી. આપણે આની સામે લડવું પડશે. 
 
 
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યું, "દરેકને EVM પર શંકા છે. ભારતમાં EVMનો ઉપયોગ થાય છે. અમેરિકા, યુરોપ અને જાપાનમાં EVM નથી. તેઓ જાણે છે કે તેને ફિક્સકરી શકાય છે. હવે જે પુરાવા આવ્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે EVM એક મોટી છેતરપિંડી છે.
Related News

Icon