
Dahod News: ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં દાહોદમાંથી હત્યા કરાયેલી એક મહિલાનો મૃતદેહ મળી આવી છે. દાહોદ જિલ્લામાં પુંસરી ગામે બંધ ટોલનાકાના કમ્પાઉન્ડમાં મહિલાને મૃતદેહ મળી આવતા ચકચારી મચી જવા પામી છે.
અજાણી મહિલાની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો છે. મામલાની જાણ થતાં જ SP, PI, LCB સહિતની પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મહિલાના પરિવારની તપાસ તથા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.