દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામમાં ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં પાનમ નદીમાં એક યુવક નદીના પ્રબળ વહેણમાં ફસાયો હતો. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી છે. બારીઆ ગામના ખોસ ફળિયાના રહીશ અમરાભાઈ કડિયાભાઈ બારીયા નદીમાં પશુઓ માટે ચારો લેવા ગયા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું, જેના કારણે અમરાભાઈ નદીના પ્રબળ પ્રવાહમાં ફસાઈ ગયા હતા.