
કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સરકાર બનાવવા માટે બાંયો ચઢાવી છે અને તેને લઈને કોંગ્રેસ પોતાના સંગઠનમાં જડમૂળથી પરિવર્તન કરવા માટે અભિયાન શરુ કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવામાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન અભિયાન શરૂ થયું છે.
કોંગ્રેસ સંગઠનમાં ફેરફારની તૈયારી ડાંગ જિલ્લાથી શરુ
ડાંગ જિલ્લાના કોંગ્રેસ પ્રભારી મનીષા પવાર દ્વારા આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રદેશ ડેલિગેટ દ્વારા ત્રણ દિવસ સુધી જિલ્લાના ત્રણ બ્લોકમાં ફરીને ફીડબેક લેવામાં આવશે. ગુજરાતમાં બુથ, વોર્ડ અને પંચાયતથી લઈને જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનવવાની શરુઆત કરવામાં આવી છે. લાંબા સમયથી કોંગ્રેસમાં મોટા પદ ઉપર રહીને નિષ્ક્રિય રહેનારા લોકોને દૂર કરવામાં આવશે. સાચા અર્થમાં સક્રિય રહીને કોંગ્રેસ માટે કામ કરનારા કાર્યકર્તાઓને આગળ લાવવામાં આવશે.