Rafale-M fighter jets India : પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં થયેલા ક્રૂર હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ભારતીય નૌકાદળ પોતાની તાકાતમાં વધારો કરશે. ભારત આજે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા ડીલ કરી છે. બંને દેશઓના સિનિયર ડિફેન્સ ઓફિસર્સ, ફ્રેન્ચ કંપની Dassault Aviationના સભ્યો અને સુરક્ષા સચિવની હાજરીમાં રાફેલ ફાઈટર જેટ વિમાનની રૂ. 63887 કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

