ગુજરાતના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં લોકડાયરો યોજાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આવળ ધામ ખાતે યોજાયેલા જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આયોજિત ભવ્ય લોક ડાયરામાં સંગીત પ્રેમીઓએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
માયાભાઈ આહિર, તૃપ્તિ ગઢવી, અને પિયુષ મિસ્ત્રીએ એ ગાયકીથી જમાની રંગત
આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કલાકારો જેવા કે માયાભાઈ આહિર, તૃપ્તિ ગઢવી, અને પિયુષ મિસ્ત્રીએ પોતાની ગાયકીથી રંગત જમાવી હતી. લોક ડાયરાની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, અને કલાકારોના પ્રદર્શન દરમિયાન નોટોનો વરસાદ થયો હતો, જેનો વિડિયો પણ સામે આવ્યો છે.