
IPL 2025 હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે, પરંતુ પ્લેઓફમાં પહોંચનારી ટોપ 4 ટીમો કોણ હશે તે કહેવું હજુ પણ મુશ્કેલ છે. આજે એટલે કે 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. DC એ પોતાની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમી હતી જેમાં તેને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, KKR વિશે વાત કરીએ તો, તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે હતી જે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે આ મેચ KKR માટે કરો ય મરો મેચ છે કારણ કે આ મેચ હાર્યા બાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. આ દરમિયાન, અમે તમને જણાવીશું કે DC અને KKRની મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમની પિચની સ્થિતિ શું હશે.
અરુણ જેટલી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને અનુકૂળ છે. બેટ્સમેન અહીં રન બનાવી શકે છે. બોલ બેટ પર સારી રીતે આવે છે, જેનાથી બેટ્સમેનોને રન બનાવવાનું સરળ બને છે. નાની બાઉન્ડ્રીને કારણે, આ મેદાન પર ઘણા ચોગ્ગા અને છગ્ગા પણ લાગી શકે છે. જોકે, આ પિચ પર જૂનો બોલ સ્પિનરને પણ મદદ કરે છે. જ્યારે ફાસ્ટ બોલરને શરૂઆતની ઓવરોમાં થોડી સ્વિંગ મળે છે. આ મેદાન પર ઘણીવાર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. હવે જોવાનું એ રહે છે કે DC અને KKR વચ્ચેની મેચ કેવી રહે છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં IPLના આંકડા
- કુલ મેચ- 92
- પ્રથમ બેટિંગ કરતી ટીમે કેટલી મેચ જીતી - 44
- બીજી વાર બેટિંગ કરતી ટીમે કેટલી મેચ જીતી - 47
- અનિર્ણિત મેચ - 1
- હાઈએસ્ટ ટોટલ - 266/7 - સનરાઈઝર્સ હૈદરાબાદ
- લોએસ્ટ ટોટલ - 83/10 - દિલ્હી કેપિટલ્સ
- પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર - 170
દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
મેચની શરૂઆતમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મેચના અંત સુધીમાં તે ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. મેચ દરમિયાન ભેજનું પ્રમાણ 12થી 14 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેન્સને સંપૂર્ણ 40 ઓવરની મેચ જોવા મળશે.
બંને ટીમોની સંભ્વીર પ્લેઈંગ ઈલેવન
DC: અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, ફાફ ડુ પ્લેસિસ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, મોહિત શર્મા, આશુતોષ શર્મા, વિપરજ નિગમ, મિચેલ સ્ટાર્ક, ટી. નટરાજન.
KKR: અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી.