Home / Gujarat / Banaskantha : After boycotting a temple program in Paldi, Deesa, the Dalit community threatened to stage a sit-in on May 22.

Banaskantha news: ડીસાના પાલડીમાં મંદિરના કાર્યક્રમમાં બહિષ્કાર બાદ દલિત સમાજે 22મેએ ચક્કાજામ કરવાની આપી ચીમકી

Banaskantha news: ડીસાના પાલડીમાં મંદિરના કાર્યક્રમમાં બહિષ્કાર બાદ દલિત સમાજે 22મેએ ચક્કાજામ કરવાની આપી ચીમકી

Banaskantha news:  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં ભગવાન દૂધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં દલિત સમાજની અવગણના કરવામાં આવી હતી અને સમાજ દ્વારા અપાતો ફાળો પણ ન લેવાયો અને મંદિરમાં પણ પ્રવેશ ન અપાયો જેથી આ મામલે દલિત સમાજ દ્વારા અત્યાર સુધી કુલ 20 લોકો સામે ફરિયાદ નોધાઈ જેમાં હજું એક પણની ધરપકડ ન થતા સમાજ દ્વારા પોલીસને તારીખ 21 મે 2025 સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું કે જો આગામી સમયમાં તમામ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો તારીખ 22 મે 2025ના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરી સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવશે જેની સપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે આમ હાલ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, દેશની આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પણ જાણે હજુ છેવાડા ગામ લોકોને આઝાદી ન મળી હોય તેવો એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે જેમાં થોડાક દિવસો અગાઉ ડીસા તાલુકાના પાલડી ગામમાં દૂધેશ્વર મહાદેવજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમનો ફાળો પણ સ્વીકારવામાં આવ્યો ન હતો.

આ મામલે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી જેથી આવનાર સમયમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને કાયદાનો ડર રહે અને દલિત સમાજની ક્યાંય અને ક્યારેય અવગણના અથવા તો બહિષ્કાર ન કરવામાં આવે જો કે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાઈને પણ ગણો સમય વીતી ગયા છતાં પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદમાંના એકપણની ધરપકડ ન કરવામાં આવતા પાલડી મુકામે દલિત સમાજનું સમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ યોજાયેલ સંમેલનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે જેમાં હજું સુધી ફરિયાદમાંના એક પણની ધરપકડ ન થતા સમાજ દ્વારા પોલીસને તારીખ 21 મે 2025 સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું કે જો આવનાર સમયમાં તમામ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો તારીખ 22 મે 2025 ના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરી સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવશે જેની સપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે આમ હાલ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે..

પોલીસે આરોપોના આધારે 11 લોકોને ડિટેન કર્યા છે ધરપકડ નથી કરી પોલીસ સમગ્ર મામલે બને બાજુથી તપાસ કરી રહી છે: સુબોધ માનકર, ASP દિયોદર

જો કે આ મામલની તપાસ દિયોદર ASP સુબોધ માનકર ચલાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે, અત્યાર સુધી 20 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અમે બને પક્ષ તરફી તપાસ કરી રહ્યા છે કે ખરેખર થયું શું હતું..? હાલ તો એમ અમે ગામના સરપંચના આક્ષેપ પ્રમાણે 11 જેટલા લોકોને ડિટેન કર્યા છે અને બાકીના 9 લોકોને પણ પકડી પાડવામાં આવશે LCB, SOG અને સ્થાનિક પોલીસ તાપસની કામગીરીમાં જોડાયેલ છે ટાવર લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી જશે જો કે ગામ લોકોના પોલીસને અલ્ટીમેટમ આપ્યા પર તેઓ ગામ લોકોને અપીલ પણ કરી હતી કે જો કાયદો હાથમાં લેવામાં આવશે તો પોલીસ પણ થતી કાર્યવાહી કરશે અમારા પર વિશ્વાસ રાખો પોલીસ પોતાનું કામ કાયદાકીય રીત કરી રહી છે..

Related News

Icon