
ગુજરાતમાં ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ નજીક ખાનગી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક દુ:ખદ ઘટના બની હતીય જેમાં રાહદારીઓ પસાર થતી વેળાએ અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા.
દુર્ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
આ દુર્ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અન્ય બે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દીવાલનું બાંધકામ નબળી ગુણવત્તાનું હતું, જે ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી દર્શાવે છે. મૃતકના પરિવાર અને સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, આરોપ લગાવ્યો છે કે નબળા બાંધકામને કારણે આ દુર્ઘટના ઘટી.