Home / India : Ban on old vehicles lifted in Delhi relief till October 31

દિલ્હીમાં જૂના વાહનો પર લાગેલો પ્રતિબંધ હટ્યો, 31 ઓક્ટોબર સુધી રાહત

દિલ્હીમાં જૂના વાહનો પર લાગેલો પ્રતિબંધ હટ્યો, 31 ઓક્ટોબર સુધી રાહત

દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર (EOL વાહનો) પર પ્રતિબંધ લગાવવાની યોજનાને દિલ્હી સરકારે હાલ માટે મુલતવી રાખી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી લાગુ કરાઈ શકે છે. આ સાથે જ 15 વર્ષ જૂના વાહનો પર દિલ્હીની સાથે જ NCRના પાંચ જિલ્લામાં પણ લાગુ કરાશે. ગત દિવસોમાં કડકાઈથી નિયમ લાગુ કરાયા બાદ દિલ્હી સરકારે નિર્ણય પરત લીધો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1 નવેમ્બરથી દિલ્હી-NCRમાં જૂના વાહનો નહીં ચાલે

આજે CAQMની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકાર દ્વારા 1 જુલાઈથી EOL વાહનોને ઈંધણ ન આપવાના નિર્ણયની સમીક્ષા માટે અપીલ કરાઈ હતી. ત્યારબાદ આજે આયોગની બેઠક થઈ. આયોગે નિર્ણય લીધો કે 1 નવેમ્બરથી દિલ્હી અને NCRના જિલ્લાઓમાં પણ એક સાથે ઈંધણ પ્રતિબંધ લાગૂ કરવું યોગ્ય હશે. એટલે દિલ્હી સિવાય EOL વાહનો માટે આ પ્રકારની યોજના 1 નવેમ્બરથી ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝિયાબાદ અને સોનીપતમાં પણ લાગુ કરાશે.

ગવર્નર થયા હતા નારાજ

દિલ્હી સરકારના 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ના ચલાવવાના નિર્ણયને લઇને દિલ્હીના ગવર્નર વીકે સક્સેના પણ નારાજ થયા હતા. ગવર્નરે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે આ રીતની યોજના માટે દિલ્હી તૈયાર નથી અને તેનાથી મિડલ ક્લાસને મોટું નુકસાન થશે.LGએ આ નિર્ણયને સ્થગિત કરવાની માંગ ઉઠાવી હતી.તે બાદ સરકારે યૂ ટર્ન લેવો પડ્યો હતો અને પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો હતો.

 

Related News

Icon