Home / Gujarat / Banaskantha : A young man from Deesa scaled Mount Everest and hoisted the national flag

Banaskantha news: ડીસાના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કરીને લહેરાવ્યો રાષ્ટ્ર ધ્વજ, શહેરમાં યોજાઈ સ્વાગત રેલી

Banaskantha news: ડીસાના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કરીને લહેરાવ્યો રાષ્ટ્ર ધ્વજ, શહેરમાં યોજાઈ સ્વાગત રેલી

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના ડીસાના યુવકે  માઉન્ટ એવરેસ્ટ સર કરી એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો..ડો. જીગર આસ્નાની નામના યુવકનુ સ્વપ્ન હતું કે તે એક દિવસ એવરેસ્ટ સર કરશે, અને તે સપનુ આજે સાકાર થયુ છે.જીગરે કઠિન માનવામાં આવતી એવી માઉન્ટ એવરેસ્ટની સફળ રીતે ચઢાઈ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8 હજાર 848 મીટર

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8 હજાર 848 મીટર છે. જીગરની ટીમમાંથી માત્ર 7 લોકોએ આ સિદ્ધીને હાંસલ કરી છે.આમ માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પરત માદરે વતન ડીસા આવતા સૌ કોઈમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ હતી.

  સ્વાગતમાં શહેરમાં ભવ્ય રેલી નીકળી

યુવાનના  સ્વાગતમાં શહેરમાં ભવ્ય રેલી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળ્યા હતા.ડો.જીગર આસ્નાનીની આ સિદ્ધિને સૌ કોઈ બિરદાવી રહ્યા છે અને માઉન્ટ એવરેસ્ટ સર કરીને સિદ્ધિ મેળવી પરત ફરતા સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

TOPICS: dessa gstv gujarat
Related News

Icon