ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 20થી વધુ ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. જોકે, ગુજરાતમાં છેલ્લાં પાંચેક વર્ષમાં ફેક્ટરી અક્સ્માતમાં જ 992 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં છે. રાજ્ય સરકારના પાપે અને ઉદ્યોગ માલિકોને રાજી કરવાની લ્હાયમાં નિર્દોષ મજૂરો મોતને ભેટી રહ્યાં છે. કારખાના અને ફેક્ટરીઓમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી-હેલ્થના નિયમોનો ધરાર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય શ્રમ રોજગાર વિભાગ આંખ મીંચીને બેઠું છે.

