
ગુજરાત રાજ્યના ડભોઈ તાલુકાના પવિત્ર તીર્થસ્થળ ચાંદોદ ખાતે કપિલેશ્વર ઘાટ પર સ્નાન કરતી વખતે 45 વર્ષીય શ્રદ્ધાળુ નદીના વહેણમાં તણાઈને લાપતા થયા હતા. મળતા અહેવાલ પ્રમાણે વિજયભાઈ તેમના પરિવાર સાથે અમરેલીથી લક્ઝરી બસમાં વિધિ-વિધાન માટે ચાંદોદ આવ્યા હતા.
નાવડી ચાલક યુવાને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો
નદીના વહેણમાં આધેડ લાપતા થવાની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે ઘટના દરમિયાન એક સ્થાનિક નાવડી ચાલક યુવાને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નદીના વહેણના કારણે તે સફળ ન થઈ શક્યો.
સ્થાનિક તરવૈયાઓ અને હોડીઓન મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી
ઘટનાની જાણ ચાંદોદ પોલીસને કરવામાં આવતાં, સ્થાનિક તરવૈયાઓ અને હોડીઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પણ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું.Kapileshwar Ghat