Home / India : During the briefing, DGMO mentioned cricket and Virat Kohli

બ્રીફિંગ દરમિયાન DGMOએ ક્રિકેટ અને વિરાટ કોહલીનો કર્યો ઉલ્લેખ 

બ્રીફિંગ દરમિયાન DGMOએ ક્રિકેટ અને વિરાટ કોહલીનો કર્યો ઉલ્લેખ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સ મીડિયાને સંબોધી. ડીજીએમઓએ જણાવ્યું કે, અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતાં. પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

DGMOએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને POKમાં કરેલા ઓપરેશનની વિસ્તૃત માહિતી આપી હતી અમારી લડત આતંકવાદીઓ સામે હતી, સાતમી મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા, પણ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપતાં  અમારી જવાબી કાર્યવાહી અત્યંત આવશ્યક હતી, તેમાં જે પણ નુકસાન થયું તેના માટે તે પોતે જવાબદાર છે.

બ્રીફિંગ દરમિયાન DGMOએ ક્રિકેટ અને વિરાટ કોહલીનો કર્યો ઉલ્લેખ 

ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, "આપણા એરફિલ્ડ્સ અને લોજિસ્ટિક્સને નિશાન બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. મેં જોયું કે વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તે મારા પ્રિય ખેલાડીઓમાંનો એક છે. 1970 ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન, બે ઓસ્ટ્રેલિયન બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપને બરબાદ કરી દીધી હતી અને પછી ઓસ્ટ્રેલિયાએ એક કહેવત રચી હતી - "રાખથી રાખ, ધૂળથી ધૂળ, જો થોમસ તમને નહીં પકડે તો લિલી તમને પકડી લેશે." જો તમે લેયર જોશો તો તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તમે બધા લેયરને પાર કરો છો, તો પણ આ ગ્રીડ સિસ્ટમનો એક લેયર ચોક્કસપણે તમને અસર કરશે."

ભારતની એરફિલ્ડ સંપૂર્ણપણે સુરક્ષિત

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોનને અમારી શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ઈન્ડિયન નેવીએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.

ભારતની એર ડિફેન્સ અભેદ્ય રહી

ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તુર્કીયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઈલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

 

 

 

Related News

Icon