
યુવાનીમાં જો સંપત્તિ, સંતતિ, સંસ્કાર, સંતનો સંગ, સતકર્મ, સદ્દવિચાર, પુરુષાર્થ, સંઘર્ષ, સાહસ સેવાકીય કાર્યો આ યુવાનીમાં જ કરી લેવા જોઈએ. વૃધ્ધાવસ્થામાં નહીં થાય વસંતભાઈ. ને મધદરીયે બાથભીડવા સૌ હોઈ આવશે, કીનારે તો છબછબીયા જ થાય. ઝઝુમવું હોય, સંઘર્ષ કરવો હોય તો મઘદરીયે જ કરાય, સુર્યાસ્ત ઢળતા પહેલા સેવા, સ્મરણ, કીર્તન શુભ કાર્યો કરી લેવા. કિનારો આવ્યા પહેલા સમજી જાવ, સમય સર...સર...સરી રહ્યો છે, પકડી નહીં શકાય પણ ઉપયોગ તો કરી શકાય
સવારના પહોરમાં પેઢી ખીલવાના સમય અને યુવાન દીકરો પૂજા-પાઠ કરવા બેઠો, પૂજામાં સવારનો સમય પસાર કરતો, શેઠ કહે પેઢી પર જા ધંધો કરવા લાગી જા, મારા જેવી પાકી ઉમરે આ બધુ કરવાનું અત્યારે સવારથી રાત સુધી કમાવવામાં સમય ગુજાર. દીકરો કહે, પિતાજી તમે પાકી ઉંમરે શું કરશો ? ચાલો મારી સાથે ગામના પાદરે એક આંટો મારી આવીએ અને દ્રશ્ય જોયું સૌ કોઈ ઓટલે બેસી મોટા ભાગના વૃધ્ધો ગામ-ગપાટા ગપ્પા જે વ્યર્થ વગરની ચર્ચાઓ વાદ-વિવાદની વાર્તા મુર્ખભરી કરી સમય પસાર કરતા હતા. બધા ચર્ચામાં મશગુલ હતા. ભગવાનનું નામ સુધ્ધાનું નામ જ નહીં. ભગવાનની કે શાસ્ત્રોની વાતો કોઈના મોં એથી નતી સંભળાતી. પિતાજી તમે વૃધ્ધાવસ્થાની વાતો તો જુઓ, ટાઈમ છે કોઈને ભજનનો? બિન જરૂરી વાદ-વિવાદમાં સમય વેડફી રહ્યા છો. ત્યારે પિતાજી એ કબુલ્યું બેટા આ પુજા સેવાનું કાર્ય તારુ યોગ્ય છે.
સંતો સદ્દગુરુ અરે ગંગાસતીના ભજનોમાં આનો તત્ત્વાથે, મીરાના ભજનોમાં જેણે યુવાનીમાં, ધુવ્રની ભક્તિ જે કંઈ પણ આત્માસ્વ સ્વરૂપની પહેચાન આ જ સમયે કરી લેવી. સંતોના સત્સંગમાં બુધ્ધિ, શક્તિ જ્ઞાનગંગાનો સદ્દપયોગ કરી પુણ્યનું ભાથું બાંધી લો. પછી દ્રષ્ટિ ઝાંખી થવાની. કાનની પણ શ્રવણ શક્તિ ઓછી થવાની, અંગો શિથિલ થવાના, શરીરમાં ધ્રુજારી આ તો શરીર જેમ ઘસાય તે તેનો ગુણધર્મ છે મારા સાહેબ, હવે શું, ઘડીયાળને ઉભી રાખવાથી સમય ઓછો ઉભો રહેવાનો છે વસંતભાઈ સમજો. સત્ય સમજાય તો, રાજાનો ઘોડો જંગલમાં કુવા પાસે પાણી પીવા ઉભો રાખ્યો, કીચુડ કીચુડ ગરગડીના અવાજથી રાજા એ કહ્યું ભાઈ આ અવાજ બંધ કર મારો ઘોડો પાણી નથી પીતો, રાજા સાબ તમારા ઘોડાને સમજાવી દો. આ મનરૂપી ઘોડાને સમજાવો ભાઈ તું ચાલુ વ્યવહારમાં, કામકાજની તારી જવાબદારી નિભાવતા ભજન પાકુ કરી લો. અત્યારે વર્તમાનમાં કરવા જેવુ શુભ કાર્ય કરને.
સંસારની જીવનની ગાડીનો ટ્રાફિક તો ચાલુ જ રહેવાનો લાલબત્તી થાય તે પહેલા નીકળી જા આવડત હોય તો નહીં તો સૂર્યાસ્ત થઈ જશે, અંધકારમાં ગાડી નહીં ચાલે આત્મપ્રકાશમાં પહેચાન કરી લે. ક્યાં સુધી ઉભા રહેશો, સાંજ પડી જાય પહેલા શું આપણે સમજી લઈશું તો આ જીવનનો અમૂલ્ય ફેરો સફળ થયો સમજો. ઘરમાં શાંતિ થાય બધા અવાજ બંધ થાય પછી ભજન, ધ્યાન, પૂજા કરીશ. ના ભાઈ ના મનરૂપી ઘોડાને કેળવણી આપો આ તો સંસાર છે ચાલ્યા કરે. આ નાટક ક્યાં સુધી ભાઈ જવાબદારી છે ત્યાં સુધી. શાશ્વત આનંદ લુટો, લૂંટાવો યુવાનીમાં સમય વહી જાય પહેલા ગાંઠે બાંધી લો, જો ફરી ફરી અહીં આવવું ના પડે. કર્મનું ભાથુ બાંધી લેને માનવ.