
ભરુચ પંથકમાં અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝઘડિયા જીઆઇડીસીને જોડતા ધારોલી ચાર રસ્તા નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં રેડ એન્ડ ટેલર કંપનીના એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું. જ્યારે અન્ય ચાર કર્મચારીઓને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘર તરફ કર્મચારી જતાં ત્યારે અકસ્માત સર્જાયો
અકસ્માત સમયે કંપનીના પાંચ કર્મચારીઓ કાર દ્વારા પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા. કારના ચાલકે વધુ ઝડપે વાહન ચલાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે કાર ધારોલી ચાર રસ્તા નજીક પલટી ગઈ હતી.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
જેમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે.