Home / Business : Robot society equipped with AI will radically change life

Business: AIથી સજ્જ રૉબોટ સમાજ જીવનને ધરમૂળથી બદલી નાખશે

Business:  AIથી સજ્જ રૉબોટ સમાજ જીવનને ધરમૂળથી બદલી નાખશે

- અર્થકારણના આટાપાટા 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- AI સિસ્ટમનો ઉદ્યોગ જગતમાંથી હવે સેવા ક્ષેત્રમાં પ્રવેશ

જગતનું અર્થકારણ બદલાઈ રહ્યું છે કારણ કે જગતના અર્થકારણમાં મેન્યુફેકચરીંગ સેકટર કરતા સર્વીસ સેકટરનો ફાળો વધી રહ્યો છે. હાલના જગતમા ઇર્ન્ફમેશન રીવોલ્યુશનનું મોજુ ફરી વળ્યું છે. આધુનીક અર્થકારણમા સેવાનો અર્થ વાણિજ્યિક સેવાઓ થાય છે જેમા મુખ્યત્વે ફાયનાન્સ તથા યાતાયાત (ટ્રાન્સર્પોટેશન)ની બેંકીંગ અને ઇન્સ્યુરન્સની છૂટક અને જથ્થાબંધ વિતરણ વ્યવસ્થાની, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી સેવાઓ લશ્કરી અને પોલીસ સેવાઓ, હોટેલ અને રેસ્ટોરાં ટ્રાવેલ્સ અને ટુરીઝમ ન્યાયને લગતી સેવાઓ (જ્યુીડશીયલ) સરકારથી અન્ય સેવાઓ વગેરે સેંકડો સેવાઓનો સમાવેશ થાય છે.

માનવજીવનમા દસ હજાર વર્ષ પહેલા (ઘણાં વિદ્વાનો તેને ૧૦,૦૦૦ વર્ષ બી.સી. એટલે કે ૧૨૦૦૦ વર્ષની આજુબાજુ ગણે છે) માનવ જાતે ખેતીયુગ શરૂ કર્યો, તેના ત્રણ હજાર કે ચાર હજાર વર્ષ પછી માનવજાતે પશુપાલનની શોધ કરી. ખેતીયુગ પછી માનવજાતે લગભગ ઇસ ૧૫૦૦ની આજુબાજુ દરિયાઈ સફરો કરીને વ્યાપારી યુગ શરૂ કર્યો. ઇ.સ. ૧૭૬૦ પછી માનવસમાજમાં ઔદ્યોગિક યુગ શરૂ થયો જેણે સંખ્યાબંધ શહેરો ઊભા કર્યા. ગ્રામ્ય સમાજનું ધીમે ધીમે શહેરી સમાજમાં પરિવર્તન થયું જે હજી ચાલુ છે. છેલ્લા સેન્સસ (ઇસ ૨૦૧૧) પ્રમાણે ભારતમાં હજી ૬૭ ટકા લોકો તેના ગામડાઓમાં જીવે છે અને કુલ વસતીના માત્ર ૩૩ ટકા ભારતના તેના શહેરો (સીટીઝ એન્ડ ટાઉન્સ)મા રહે છે. ઔદ્યોગિક યુગમા ઉત્પાદન અને વિતરણમાં વધારો થયો પણ તે પછી વીસમી સદીમા અમેરીકા અનુઔદ્યોગિક સમાજ (પોસ્ટ ઇન્ડ સ્ટ્રીયલ સોસાયટી) બની ગયો કારણ કે અમેરીકાએ માસ પ્રોડકશન (પુષ્કળ મોટાપાયા પર સ્ટેન્ડર્ડ ચીજવસ્તુઓનું ઉત્પાદન) અને માસ માર્કેટીંગ (પુષ્કળ મોટા પ્રમાણમા ચીજવસ્તુઓનુ ડીસ્ટ્રીબ્યુશન એટલે કે વિશાળ (વિતરણ વ્યવસ્થા) કરતી અર્થવ્યવસ્થા ઉભી કરી. યાદ રહે કે જગતમા હજી ઘણા દેશો (ખાસ કરીને આફ્રીકા ખંડના) છે જ્યા ઔદ્યોગિક ક્રાંતિ શરૂ જ થઇ નથી. ઔદ્યોગિક યુગમા ટેક્ષ્ટાઇલ્સ, માઈનીંગ (ખનીજ ઉદ્યોગ), સીમેંટ, સ્ટીલ, એલ્યુમીનીયમ, તેમજ અન્ય ધાતુઓ વીજળી ઉત્પાદન વગેરેનો પ્રચંડ વિકાસ થયો પરંતુ અનુદ્યોગ યુગમા અમેરીકા અને પશ્ચિમ જગતના દેશોમા ઘર ઉપયોગી સાધનો જેમ કે રેફરીજરેટર્સ, કૂકર, એરકન્ડીશનર્સ, હીટર્સ, ઇલેક્ટ્રીક ઇસ્ત્રી, વોશીંગ મશીન્સ, રાંધણ ગેસ, ઘરમા હીટીંગ સીસ્ટમ, અને રેડીયો અને ટીવી, ટેપ રેકોડર્સ, ઇલેક્ટ્રીક ફેન (પંખા) અને બીજા વિશ્વયુદ્ધના ઇ.સ. ૧૯૪૫મા અંત પછી ટીવી ઉદ્યોગોનો પ્રચંડ વિકાસ થયો અને બ્રીટન તથા જર્મનીને પછાડીને અમેરીકા પહેલા નંબરનો સમૃદ્ધ દેશ બની ગયો. જગતના નંબર એકનું સ્થળ બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) પહેલા બ્રિટનનું હતું તે સ્થાન અમેરીકાએ પડાવી લીધું. 

આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ રોબોટસ :

૧૯મી અને ૨૦મી સદીમા થયેલી શોધો ખેતીયુગના લોકોને ટાઢા પહોરના ગપ્પા જ લાગત. હવે એઆઈ સીસ્ટમ ઉદ્યોગજગતમા સેવા જગતમા પ્રવેશતા ગૃહઉપયોગી રોબોટસ તમારા ઘરમા તમારી મરજી મુજબની રસોઈ બનાવી આપશે, તમને ગરમાગરમ ખાવાનુ પીરસશે, તમારા કપડા ધોઇને ઇસ્ત્રી કરીને કબાટમા ગોઠવી આપશે, ઘરમા ખૂટી ગયેલી ચીજવસ્તુઓના ઓર્ડર્સ આપીને તેને યોગ્ય જગ્યાએ ગોઠવી દેશે. તમારા ઘરને ચોખ્ખુ ચણાક રાખશે. તમારા બાળકોની સંભાળ રાખશે, તેમને વાર્તાઓ કહેશે, તમારી કે તમારા કુટુબનો કોઇ પણ સભ્ય માદો પડશે તો તેની માદગીનુ ડાયગ્નોસીસ કરીને યોગ્ય દવા આપશે. તમારા સંતાનોને શાળાએ લઇ જશે અને પાછા લઇ આવશે, તમારી કે તમારા પત્નીની માદગીની સારવાર કરશે. તમારા ઘરમા કોઈ ચોરને પેસવા નહી દે વગેરે. ભલે તમને આ પરીકથા જેવું લાગશે પરંતુ ૨૫૦ વર્ષ પહેલા તમારા ઘરમાં ફ્લશવાળુ ટોઈલેટ, રેડીયો, ટીવી, એરકન્ડીશન, વોશિંગ મશીન અને ઘરની બહાર હરવા ફરવા કાર હશે તે વાત પણ તમને પરીકથા લાગતી.

- ધવલ મહેતા

 

Related News

Icon