
- ઔદ્યોગિક માર્ગદર્શન
ભારતનો શહેરી મધ્યમવર્ગ ૧૩ ટકા અને ગ્રામ્યભારત ૧૨ ટકાના દરે વધી રહ્યો છે. આવકની દ્રષ્ટિએ બન્નેમાં સરાસરી આવકના બે તૃતીયાંસ જેટલી થઈ છે. અને આ ગાળો પણ પૂરાતો જશે.
આજના ઉદ્યોગોને બદલતું સૌથી મોટું પરિબળ વૈશ્વીકરણ છે. સ્થાનિક કે પ્રાદેશિક કપનીઓ વૈશ્વિક થઈ રહી છે. જગતના ઘનિક દેશોની કંપનીઓ પોતાના પ્રોડક્ટસ અથવા પાર્ટસના ઉત્પાદન કેન્દ્રો ભારતમાં સ્થાપી રહ્યાં છે. ઉદ્યોગોમાં ફેરફાર લાવનારું બીજું મહત્ત્વનું પીઠબળ બદલાતી જતી ઉત્પાદન અને માહિતી ટેકનોલોજી છે.
બદલાતી નવી પેઢીને જે અન્ય આધુનિક વસ્તુઓ મળી રહી છે તે જુની પેઢીનું એક સ્વપ્ન હતું. આજે નવી ટેકનોલોજી અને વિજ્ઞાાન એવું સાબિત કરવા તત્પર છે કે જે ક્યારેય શક્ય ન હતું. એકવીસમી સદીના પ્રવેશમાં આરંભમાં વિજ્ઞાાને ટી-ટૂથપેસ્ટ અને ટી-જેલ ટૂથપેસ્ટ આપી છે. જે દાંતની સફાઈ અને ચા નો પૂરેપૂરો રસકસ આપવા તત્પર બની રહેશે. કહેવાનો આશય એ છે કે આ પ્રકારની ટી-ટૂથપેસ્ટ વાપર્યા પછીથી ચા ની તડપ નહીં રહે. સાથે ટી-ટૂથપેસ્ટમાં રહેલ ચાનું તત્વ ટીટેન જીભને અડકવાથી ચા પીધી હોય તેવું અથવા ચા પીધા પછી જે સ્ફૂર્તિ માણસ અનુભવે છે તેવી જ અસર ટી-ટૂથપેસ્ટ અથવા જેલ ટૂથપેસ્ટમાંથી લોકો મેળવી શક્શે. આ પ્રોડક્ટસ ચા ના અર્ક સાથે સ્કીમ્ડ મિલ્કના પ્રિઝર્વેશન સાથે ન્યુટ્રલાઈઝ કરી ટૂથપેસ્ટના બાકીના ઇન્ગ્રેડીએન્ટ સાથે મેળવવામાં આવશે.
ટી-ટૂથપેસ્ટ બનાવવાના કી-ઇન્ગ્રેડીએન્ટ: ટીટેન( ચા નો અર્ક) સ્કીમ્ડ મિલ્ક, સોરબીટોલ, સ્ટેવિયા, જીંજર એકસ્ટ્રેક્ટ, ગ્લાસરાયલ મોનોસ્ટીરીટ, ડી.આયોનાઈઝ વોટર, ઇથાઇલ, મિથાઈલ પેરાબીન વડે ટી-ટૂથપેસ્ટ બનાવી શકાય છે.
ટી-ટૂથપેસ્ટ જેલ બનાવવા ના કી-ઇન્ગ્રેડીએન્ટ: ટીટેન(ચા નો અર્ક) સ્કીમ્ડ મિલ્ક, સોરબીટોલ, સ્ટેવિયા, કાર્બોમર, ટ્રાય ઇથેનોલ એમાઈનસ પ્રેસિપિટેટેડ સિલીકા, જીંજર એક્સ્ટ્રેક્ટ, ડી.આયોનાઈઝ વોટર ઇથાઇલ, મિથાઈલ પેરાબીન વડે ટી-ટૂથપેસ્ટ જેલ બનાવી શકાય છે.
ધ ઇન્ડસ્ટ્રીઝ: ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ, એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.
નોંધ: ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓર્ગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.
- ધીરૂ પારેખ