Home / Gujarat / Surendranagar : Fake doctor caught from Dhrangadhra

Surendranagarના ધ્રાંગધ્રામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ઉતરાખંડથી આવીને નકલી હોસ્પિટલ ઉભી કરી હતી

Surendranagarના ધ્રાંગધ્રામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ઉતરાખંડથી આવીને નકલી હોસ્પિટલ ઉભી કરી હતી

Surendranagar News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને હવાલે કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તુષાર સંજયભાઈ સરદાર નામના શખ્સને છ હજારની કિંમતની એલોપથી દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ડોક્ટર છેલ્લા ઘણા વર્ષોથી એંજાર ગામમાં સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. જેથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

તુષાર સરદાર નામના બોગસ તબીબ ઉતરાખંડથી સુરેન્દ્રનગરના એંજારમાં આવી બોગસ હોસ્પિટલ ખોલી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા તેને ઝડપી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી અને મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Related News

Icon