Home / Gujarat / Surat : Two coins stuck in 3-year-old girl's esophagus

Surat News: 3 વર્ષની બાળકીની અન્નનળીમાં ફસાયા બે સિક્કા, એન્ડોસ્કોપીથી સર્જરીથી અપાયું નવું જીવન

Surat News: 3 વર્ષની બાળકીની અન્નનળીમાં ફસાયા બે સિક્કા, એન્ડોસ્કોપીથી સર્જરીથી અપાયું નવું જીવન

વાલીઓને સાવધાન કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા-રમતા બે સિક્કા ગળી ગઇ હતી. જેથી બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં અન્નનળીમાંથી રૂપિયા અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા હોવાનું સામે આવ્યું હતું. જેથી, તાત્કાલિક એન્ડોસ્કોપી કરી 20 મિનિટમાં સિક્કા બહાર કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાળકીને પીડા મુક્ત કરી

ડો. હરેશ પાઘડાએ કહ્યું કે, બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં બે સિક્કા ફસાઈ ગયા છે અને તેનાથી બાળકીને ગાળામાં સતત દુ:ખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતારી શકે તેમ નહોતી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમની સઘન સારવાર ચાલુ કરી હતી. હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એનેસ્થેટીક અને ઓ.ટી. સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમ દ્વારા 20 મિનિટમાં બાળકીની અન્નનળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. 

પરિવારની સ્થિતિ સામાન્ય

બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગયી હતી ત્યારબાદ તેમને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યાં એક્સ-રે કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ગાળામાં સિક્કા ફસાઈ ગયા છે પરંતુ, ત્યાં 30થી 35 હાજરનો ખર્ચ જણાવ્યો હતો.પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ત્યારબાદ બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમયસર જરૂરી સારવાર આપી, બાળકીને પીડામાંથી મુક્ત કરી હતી.

 

 

Related News

Icon