
પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષના પત્ની રિંકુ ઘોષના પુત્રનું અકુદરતી મોત થયું છે. દિલીપ ઘોષે હાલમાં જ ભાજપ કાર્યકર્તા રિંકુ સાથે લગ્ન કર્યા હતા. રિંકુનો ૨૭ વર્ષીય પુત્ર શ્રીંજય દાસગુપ્તાનો મૃતદેહ સંદિગ્ધ અવસ્થામાં ન્યુ ટાઉનના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રીંજયને પહેલા ન્યુ ટાઉનની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બાદમાં તેમને બિધાનનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
સંદિગ્ધ અવસ્થામાં લાશ મળતા સવાલ
તપાસકર્તાઓ પોસ્ટમોર્ટમ પહેલાં મોતના કારણ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા ન હતા. શ્રીંજયના શરીરનું પોસ્ટમોર્ટમ મંગળવારે થવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવશે.
પત્નીને અગાઉના લગ્નથી હતો એક પુત્ર
દિલીપ ઘોષે તાજેતરમાં જ ભાજપ નેતા રિંકુ મજમુદાર સાથે લગ્ન કર્યા. મળતી માહિતી મુજબ ઘોષની માતા ઇચ્છતી હતી કે તેના દીકરાના લગ્ન થાય જેથી તે તેની પુત્રવધૂ સાથે થોડો સમય વિતાવી શકે. રિંકુ ઘોષે છૂટાછેડા લીધા હતા અને તેના પહેલા લગ્નથી એક પુત્ર, શ્રીંજય દાસગુપ્તાનું અકુદરતી મોત અનેક સવાલો પેદા કરે છે.
દિલીપ ઘોષ ઘોષની રાજકીય કારકિર્દી
દિલીપ ઘોષનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં થયો હતો. એક ભારતીય રાજકારણી છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના 9મા પ્રમુખ રહ્યા છે. દિલીપ ઘોષે ૧૯૮૪માં આરએસએસ પ્રચારક તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 2014 માં ભાજપમાં જોડાયા અને 2015 માં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ બન્યા. તેમણે 2016 ની વિધાનસભા ચૂંટણી ખડગપુર સદર બેઠક પરથી જીતી હતી. આ પછી, તેમણે વર્ષ 2019 માં મેદનીપુર લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી જીતી હતી. થોડા દિવસો પહેલા જ દિલિપ ઘોષે ભાજપ કાર્યકર્તા રિંકુ મજમુદાર સાથે લગ્ન કર્યા હતા.