Home / Entertainment : Diljit Dosanjh's Sardar Ji 3 sets record in Pakistan on opening day

દિલજીત દોસાંજની 'Sardar Ji 3' એ ઓપનિંગ ડે પર પાકિસ્તાનમાં બનાવ્યો રેકોર્ડ, ફિલ્મે વર્લ્ડવાઈડ કરી આટલી કમાણી

દિલજીત દોસાંજની 'Sardar Ji 3' એ ઓપનિંગ ડે પર પાકિસ્તાનમાં બનાવ્યો રેકોર્ડ, ફિલ્મે વર્લ્ડવાઈડ કરી આટલી કમાણી

દિલજીત દોસાંજની ફિલ્મ 'સરદાર જી 3' (Sardar Ji 3) ભારત સિવાય વિશ્વભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં પંજાબી એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ સાથે હાનિયા આમિર અને અન્ય પાકિસ્તાની એક્ટ્રેસ જોવા મળી છે. હવે પાકિસ્તાની અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'સરદારજી 3' (Sardar Ji 3) નું ઓપરનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું અને શો પણ હાઉસફુલ રહ્યા હતા. ભારતમાં વિરોધ છતા પાકિસ્તાનીઓએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓપનિંગ ડેમાં કર્યું શાનદાર કલેક્શન

પાકિસ્તાની થિયેટરની સાથોસાથ વર્લ્ડવાઈડ પણ 'સરદાર જી 3' (Sardar Ji 3) ની પહેલા દિવસની કમાણી શાનદાર રહી. અહેવાલો અનુસાર, દિલજીત દોસાંજ અને હાનિયા આમિરની આ ફિલ્મે પાકિસ્તાની બોક્સ ઓફિસમાં કુલ 3 કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ કરી હતી. વળી, વિશ્વભરમાં ફિલ્મે 5 કરોડથી પણ વધુ કલેક્શન કર્યું છે. 

પાકિસ્તાની સિનેમાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોસ્ટ શેર કરીને આ આંકડા જાહેર કર્યા છે. હાનિયા આમિરે પણ આ ગ્રાન્ડ ઓપનિંગ બાદ ફેન્સનો આભાર માન્યો હતો. 

પાકિસ્તાનમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી પંજાબી ફિલ્મ 

દિલજીત દોસાંજની ફિલ્મ દુનિયાભરમાં ખૂબ જ સારું પરફોર્મ કરી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓપનિંગ ડેમાં થિયેટરમાં શો હાઉસફૂલ હતા. અનેક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 'સરદાર જી 3' પાકિસ્તાનમાં ઓપનિંગ ડે પર સૌથી કમાણી કરનારી ફિલ્મ છે. નોંધનીય છે કે, 'સરદાર જી' 1 અને 2 બંને સુપરહિટ રહી હતી. 

'સરદાર જી' એ 2015માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના સક્સેસ બાદ 2016માં 'સરદાર જી 2' રિલીઝ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 'સરદાર જી 3' (Sardar Ji 3) ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે. જેના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ નથી કરવામાં આવી. 

Related News

Icon