
ગુજરાતના ગોંડલમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબિયત લથડતાં તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની મદદથી ઝડપાયેલા દિનેશ પાતરેએ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
આધેડે જિલ્લા પોલીસ વડા પર ગંભીર આરોપ લગાવ્યો
તેમણે દાવો કર્યો કે રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે, જે જયરાજસિંહ જાડેજા અને ગણેશના હોવાને કારણે તેમને ખોટી રીતે ગુનામાં ફસાવવામાં આવી રહ્યા છે. વધુમાં, તેમણે આરોપ લગાવ્યો કે બપોરે જામીન મળ્યા હોવા છતાં પોલીસે તેમને સાંજ સુધી ગોંધી રાખ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હતા.આ ઘટનાની જાણ થતાં મેઘવાળ સમાજના યુવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા
પાટીદાર નેતા પિયુષ રાદડીયાની તબિયત બગડી
ગોંડલમાં પાટીદાર નેતા પિયુષ રાદડીયાની તબિયત બગડી હોવાની ઘટના સામે આવી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત થયેલા પિયુષ રાદડીયાને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ત્યારે તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટ
જોકે, તબિયત વધુ બગડતાં તેમને પોલીસ જાપ્તા હેઠળ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા...આ ઘટના દિનેશ પાતરની હોસ્પિટલમાં ખસેડાયાની ઘટના બાદ બની હોવાથી ગોંડલમાં ચકચાર મચી છે. દિનેશ પાતરે પોલીસ અને જયરાજસિંહ જાડેજા પર ખોટી રીતે ગુનામાં ફસાવવાના આક્ષેપો કર્યા હતા, અને હવે પિયુષ રાદડીયાની તબિયત લથડવાની ઘટનાએ વિવાદને વધુ વેગ આપ્યો.