
રાજ્યના ગીરસોમનાથમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સોમનાથમાં માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકાના લાખાપર ગામે 35 વર્ષના યુવાન પર દીપડાએ મોડી રાત્રે હુમલો કર્યો હતો.
યુવાન રાત્રે વાડીમાં રખેપુ કરવા રોકાયો અને દીપડાએ હુમલો કર્યો
મળતા અહેવાલ પ્રમાણે વાડીનુ રખોપુ કરવા રાત્રીના વાડીએ રોકાયા અને દીપડાએ હુમલો કર્યો હતો. સવારે પરીવારને જાણ થતાં તાત્કાલિકના ધોરણે યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. યુવાન રાત્રે વાડીમાં રખેપુ કરવા રોકાયો અને દીપડાએ હુમલો કર્યો હતો.
બે મહિના પહેલા ઉના અને ગીર ગઢડામાં દીપડાએ હુમલો કર્યો
ઊના અને ગીરગઢડા તાલુકાના ગીર જંગલ બોર્ડરના ગામોમાં સિંહ, દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓની અવર-જવર વધી છે અને તેમાં પણ માનવ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. આવી એક વધુ ઘટનામાં કોદીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ સાર્દુલભાઈ વાઘેલા(ઉ.વ.પ૦) રાત્રીના સમયે પોતાના મકાનની ઓસરીમાં ખાટલા પર નિંદ્રાધીન હતા ત્યારે શિકારની શોધમાં આવેલા દીપડાએ તેમના પર હુમલો કરી ગળાના ભાગે તિક્ષ્ણ ન્હોર ભરાવી દઈ ખાટલાથી નીચે પછાડી તેમને ઢસડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દીપડાએ હુમલો કરતા વાલાભાઈએ બુમાબુમ કરી મુકતા ઘરના અન્ય સભ્યોએ ત્યાં દોડી આવી દીપડાના મુખમાંથી વાલાભાઈને મુક્ત કરાવ્યા હતા