Home / Gujarat / Surat : the blast in the firecracker factory

VIDEO: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને મામલે હવે સુરત પોલીસ એક્શન મોડમાં

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને મામલે હવે સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત સ્પેશિયલ DCP દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે. સુરત સ્પેશિયલ DCP દ્વારા તમામ ફટાકડાની ફેક્ટરીમાં તપાસ કરવા માટે સુચના આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

DCP હેતલ પટેલ સ્પેયલ વિભાગ દ્વારા સુચના આપતા જણાવ્યું હતું કે, શહેરની તમામ ફટાકડાની ફેક્ટરી તથા ગોડાઉનની સેફટી ઓડિટ કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે. ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં 44 દુકાનોને લાઇસન્સ આપવામાં આવ્યા છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી આગમાં 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

Related News

Icon