Home / : How to stay healthy in times of disaster?

Shatdal / આફતની પળોમાં કેવી રીતે સ્વસ્થ રહેવું?

Shatdal / આફતની પળોમાં કેવી રીતે સ્વસ્થ રહેવું?

- 'નથી એક માનવી પાસે, બીજો માનવ નથી પહોંચ્યો, સાંભળ્યું છે કે ક્યારનો બંધાય છે રસ્તો'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ ચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયનની સુપ્રસિદ્ધ કવિતા અને નવલકથાનું શીર્ષક છે

'મૈં નદી કા દ્વીપ

ધારા નહીં હું'

આખી કવિતા મજેદાર છે. કવિ કહે છે કે માણસ તરીકે હું નદીના દ્વીપ જેવો છું.

અમારું સ્થિર સમર્પણ છે. સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. નદી અમને કાપી અમારા સમગ્ર અસ્તિત્વને ભયમાં મૂકે, હડસેલી દૂર ફેંકી દે છે છતાં પણ અમે એક ઘાટ આપી જીવનને ફરીથી ધબકતું બનાવી શકીએ છીએ. નદી અમારી માતા છે.

જિંદગીનું અસ્તિત્વ અને સ્વરૂપ જીવનમાંથી ઘટિત થનાર પ્રસંગો પર અવલંબિત છે.

એક માણસ દિલ્લીમાં રહી સરકારી નોકરી કરતો હોય તેની બદલી મુંબઇ કરવામાં આવે તો તેણે મુંબઇ જવું પડે. મુંબઇથી ટ્રાન્સફર દિલ્લી અને ત્યાર બાદ દિલ્લીથી તેની ટ્રાન્સફર કલકત્તા કરવામાં આવે તો તેણે કોલકાતા પણ જવું પડે. જીવન સરિતાના આદેશને સ્વીકારવો પડે.

મનુષ્ય હોય કે સંત, યોગી હોય કે ભોગી ઘટનાઓની પકડથી કોઈ મુક્ત નથી. અવતારી પુરુષોએ પણ ધરતી પર જન્મ લેવો પડે છે. વ્યાસ, તુલસીદાસ, સૂરદાસ, કબીર, મીરાંબાઈ, ભક્ત કવિ નરસિંહ મેહતા 'આજ બોલો હૈ કહાં વે ખો ગયે, આઈ હિચકી મૌત કી ઔર સો ગયે' જીવનમાં પુરુષાર્થનું મહત્ત્વ છે. પણ ભાગ્ય કે નશીબ આગળ મનુષ્યનો પુરુષાર્થ નબળો સિદ્ધ થાય છે. પંચામૃતની કેટલીક યાદગાર પંક્તિઓ જીવનમાં જવાનીની વયમાં ઇજ્જતનું રક્ષણ કરવું. શેખાદમ આબૂવાલા કહે છે મારો નશો જવાનીનો ત્યાં ઉતરી ગયો સાગરમાં જ્યાં ભરતી ચડીને ઉતરી ગઈ. અમૃત ઘાયલ જવાનીને જિંદગીનો 'સુંદર તબક્કો' ગણે છે.

'એનો લાભ લેતાં

આવડે તો શ્રેષ્ઠ મોકો છે

જવાની જિંદગીનો

સુંદર તબક્કો છે'

જીવનમાં ખુશીનો અને શોખનો સંબંધ હૃદય સામે છે.

નાઝ માંગરોલીના શબ્દોમાં

ખુશીને શોકનો સંબંધ

છે હૃદય સાથે

હો દિલ ઉદાસ તો

દુનિયા ઉદાસ લાગે છે.

એક જ ધરતીનાં પરનાં આપણે સૌ સંતાનો : એક જ પિતા પરમાત્મા છે છતાં હૃદય એક થઇ શક્તાં નથી

'રતિલાલ અનિલ' કહે છે

નથી એક માનવી પાસે,

બીજો માનવી નથી પહોંચ્યો

'અનિલ' મેં સાંભળ્યું છે કે

ક્યારનો બંધાય છે રસ્તો

મુકુલ ચોક્સી જિંદગીના ઊંડા નિરીક્ષણ પછી સચોટ વાત કરે છે કે

'પાત્રો, સંદર્ભો, પ્રસંગો

છે છતાં,

જિંદગી વાંચ્યા

વગરની વારતા'

દુનિયામાં સુખી કોણ ? દેવો ખુશ થાય તો માણસને શું શું આપે ? નીતિ શતકમાં રાજકવિ ભતૃહરિ કહે છે

'ચારિત્ર્ય પુત્ર, પ્રિયતમા (પત્ની) સતી, નોકરી કે ધંધો કરતા હોઇએ તો પ્રસન્નચિત્તવાળો ભાગીદાર કે બૉસ, સુંદર આકાર, સ્થિર વૈભવ વિદ્યાર્થી તેજસ્વી થએલું મુખ, સ્નેહી મિત્રો, છેતરે નહીં એવાં પરિજનો ભગવાન ખુશ થાય, રિઝે તો માણસને પ્રાપ્ત થાય.'

એક વહાણ દરિયામાંથી પસાર થઇ રહ્યું હતું. લોકો ચિંતિત હતા પણ એનો સુકાની શ્રદ્ધાળુ હતો એ વહાણ ડૂબવાની ચિંતા કરવાને બદલે ગીત ગાતો હતો.

આફતની પળોમાં માણસે કેવી રીતે સ્વસ્થ રહેવું ?

૧. પ્રચંડ આત્મા વિશ્વાસ ટકાવી રાખવો.

૨. ઇશ્વરમાં અખૂટ શ્રધ્ધા.

૩. સકારાત્મક દ્રષ્ટિકોણ.

૪. કશુંક અમંગળ થવાનું છે એવી બીકથી મુક્ત મન.

૫. નિયતિના નિર્માણ પરત્વે અનાસક્ત દ્રષ્ટિકોણ.

જિંદગી અમૃતનો ઓડકાર છે ખટાશનો ઉબકો નહીં.

'આગવી હરોળ' (મોતીચારો : આઈકે વીજળીવાળા) કહે છે જિંદગી એ તમારું થીએટર છે. તમારા પ્રેક્ષકોને સંભાળપૂર્વક આમંત્રણ આપો. દરેકને પ્રથમ હરોળમાં સ્થાન નથી અપાતું. જિંદગીમાં કેટલાક માણસો એવા હોય છે કે જેમને પાછળની દૂરની હરોળમાં જ રાખવા જોઇએ. અમુક લોકોનો સંબંધો જતા કરવામાં નુકસાન કરતાં ફાયદો વધારે થતો હોય છે.

તમારી આજુબાજુના સંબંધોને ચકાસી જુઓ. કયા સંબંધો માથે ચઢાવવા જેવા અને કયા સંબંધો પડતા મૂકવા જેવા છે. કયા સંબંધો હતોત્સાહ કરે તેવા છે અને કયા સંબંધો પ્રોતસાહક છે તે જાણો. ટૂંકમાં જો તમે ખરેખર ઉમદા ગુણો, સન્માન, વિકાસ, શાન્તિ તેમ જ પ્રેમના ચાહક તથા યાચક હશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે તમારી જિંદગીના થિયેટરમાં આગવી હરોળમાં બેસવાની લાયકાત કોણ ધરાવે છે.

- એક જ દે ચિનગારી

- શશિન્

Related News

Icon