નર્મદા જિલ્લાના તિલકવાડા, નાંદોદ, ગરૂડેશ્વર દેડિયાપાડા સાગબારા તાલુકામાંથી ગ્રામજનો સરપંચો અને શિક્ષકો કામ અર્થે જિલ્લા પંચાયત આવે છે. ત્યારે તેઓને પીવા માટે પાણીના જગ પણ મૂકવામાં આવતા નથી. જે કચેરી આખા જિલ્લાને પાણી પૂરું પાડે છે. તે કચેરી જિલ્લા પંચાયતમાં આવતા લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાતી નથી.
અધિકારીઓ બોલવા તૈયાર નહી
કૂલરની આજુબાજુ ગંદકી અને જાળિયા જોવા મળી રહ્યા છે જ્યારે સ્વચ્છતા ના પાઠ શીખવતી જિલ્લા પંચાયત કચેરી માં વોટરકુલર ની આસપાસ ગંદકી જોવા મળે છે. વર્ષોથી બગડેલા વોટરકુલર રિપેર કરાવવા માટે અધિકારીઓ ધ્યાન આપતા નથી. સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ પ્રજાની સુવિધા માટે આપે છે. ત્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં વોટરકુલર બંધ હાલતમાં હોય લોકો બહારથી આવે છે. ત્યારે ઘરેથી પાણી લઈને આવે છે. જ્યારે આ બાબતે કોઈપણ અધિકારી કાંઈ પણ બોલવા તૈયાર નહોતા