
માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો માંગરોળમાંથી સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક પરિવારનો 9 મહિનાનું બાળક રમતાં રમતાં મોબાઈલનો LED બલ્બ ગળી જતાં સામાન્ય પરિવારની મુશ્કેલી વધી હતી.
અમદાવાદ સિવિલના તબીબોએ બચાવ્યો જીવ
બાળકને સતત ઉધરસ આવતાં માતા-પિતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં ફેફસામાં પિન ચોટી હોવાનું માલૂમ પડ્યું હતું, જેની સર્જરી માટે 70 હજારનો ખર્ચ જણાવ્યો હતો. અંતે પરિવાર તેના વહાલસોયાને લઈ 3 જૂને અમદાવાદ સિવિલમાં આવતાં અહીં એકપણ રૂપિયાના ખર્ચ વગર તબીબોએ સર્જરી કરી LED બલ્બ કાઢી આપતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ બાળક ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.