Home / Gujarat / Gandhinagar : Becoming a doctor is just a dream for a poor-middle class student

Gujarat news: ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે ડોક્ટર બનવું માત્ર સપનું, MBBS માટે 1 કરોડ સુધી ખર્ચવા પડશે

Gujarat news: ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે ડોક્ટર બનવું માત્ર સપનું, MBBS માટે 1 કરોડ સુધી ખર્ચવા પડશે

 ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હવે MBBSનો અભ્યાસ કરવું સપનું બની જશે. કારણકે એમબીબીએસમાં ખાનગી કોલેજોમાં સંપૂર્ણ કોર્સની ફી 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે અને ઘણી કોલેજોમાં તો સંપૂર્ણ ફ્રી 1.10 કરોડથી પણ વધી ગઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારી ક્વોટામાં 42થી 50 લાખનો ખર્ચ

MBBSમાં સાડા વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે ત્યારે હાલ 19 ખાનગી મેડિકલ કોલેજમાં 9 લાખથી 11.20 લાખ રૂપિયા ફી સરકારી ક્વોટામાં થઈ છે, ત્યારે સરકારી ક્વોટામાં જ એડમિશન મળે તો પણ સાડા ચાર વર્ષે 42થી 50 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 18.19 લાખથી 25.79 લાખ રૂપિયા ફી થઈ છે. 

આમ મેનેજેન્ટ કવોટામાં એડમિશન મળે તો 80 લાખથી લઈને 1.15 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ખાનગી કોલેજની કુલ ફીના 50 ટકા ફી કે 2 લાખ જેમાંથી જે ઓછું હોય તેટલી ફી સ્કોલરશિપ ફી પેટે અપાય છે. જ્યારે છોકરીઓને MYSYમાં બે લાખ અને ચાર લાખ કન્યા કેળવણી યોજનામાં એમ કુલ 6 લાખ સુધીની સહાય મળે છે. આમ સરકાર દ્વારા બે લાખથી છ લાખ સુધીની સહાય અપાય છે ત્યારે બાકીના લાખો રૂપિયા ફી પેટે ભરવા માટે વાલીઓએ લોન જ લેવી પડે તેવી સ્થિતિ છે. 

Related News

Icon