તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. મનેરગામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ (કરાર આધારિત) તરીકે ફરજ બજાવતો કર્મચારી 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ફતેસિંગભાઈ શાંતુભાઈ ચૌધરીને acbની ટીમે ઝડપી લીધો છે. ડોલવણના એક શોપિંગ સેન્ટર નજીકથી રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો છે. લાંચિયા કર્મચારીએ લાભાર્થીનો કૂવો બનાવવા માટે આ કામના આક્ષેપિતે સ્થળ ચકાસણી કરી, એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી, તાંત્રિક તથા વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચ માંગી હતી.