અમદાવાદ પોલીસે એન્ટી ડ્રોન કિલર ગનથી એક ડ્રોનને તોડી પાડ્યું છે, જે પરમિશન વગર ઉડી રહ્યું હતું. આ એન્ટી ડ્રોન કિલર ગનની રેન્જ બે કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે કોઈપમ અપ્રિય ઘટનાને રોકવાને માટે અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
નો ડ્રોન ઝોન વિસ્તારમાં ઉડતું ડ્રોન તોડી પડાયું
રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. જેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પડાયું છે. અત્યાધુનિક ટેકનોલોજી થકી પોલીસની ચાંપતી નજર રાખી રહી છે.