
ગુજરાતભરમાંથી અવારનવાર ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આજે જ રાજકોટમાંથી એક શખ્સ એમડી ડ્રગ સાથે ઝડપાયો હતો. એવામાં ફરી કચ્છમાંથી કેમિકલયુકત ડ્રગ્સ સાથે બેની ધરપકડ થઈ છે. કચ્છમાંથી ફરી 37 ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પશ્ચિમ કચ્છ એસઓજી અને મુંદ્રા પોલીસે 2 આરોપીને 37 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ગેરકાયદેસર માદકપદાર્થ કોકેઈનના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.