
ગુજરાતમાંથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું છે. યુવા વર્ગને નશાના માર્ગે ધકેલવાનો પર્દાાશ થયો છે મળતા અહેવાલ પ્રમાણે આણંદના વિદ્યાનગર શહેરમાં વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવવાના કારસાનો પર્દાફાશ થયો છે. વિદ્યાનગર પોલીસે ગરુંવારે રાત્રે મોટી કામગીરી કરી હતી, જેમાં 62.50 લાખ રૂપિયાના MD અને LSD ડ્રગ્સ સાથે આણંદના પરવેઝ સૈયદ અને વલસાડના મોશીનખાન પઠાણને ઝડપી લીધા હતા.
62.50 લાખ રૂપિયાના MD અને LSD ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
આ બન્ને શખ્સો પાસેથી 5.36 ગ્રામ MD અને 250 મિલિગ્રામ LSD મળ્યા હતા. પોલીસે બંને પેડલરોને કાયદેસર રીતે અટકાઈ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે.