Home / Gujarat / Valsad : Fake Deputy Mamlatdar cheated 4 youths

Valsad News: નકલી ડેપ્યુટી મામલતદારે 4 યુવકો સાથે કરી છેતરપિંડી, ક્લેક્ટર ઓફિસમાં PAની જોબની આપી હતી લાલચ

Valsad News: નકલી ડેપ્યુટી મામલતદારે 4 યુવકો સાથે કરી છેતરપિંડી, ક્લેક્ટર ઓફિસમાં PAની જોબની આપી હતી લાલચ

રાજ્યમાં બેકારીએ માજા મૂકી છે. નોકરીવાંચ્છુઓ યોગ્ય નોકરી માટે ભટકી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે 23 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી નિમિષા નાયકાએ પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવી હતી. તેણે નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કરી ચાર યુવકો પાસેથી કુલ 9.59 લાખ રૂપિયા પડાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વોટસએપથી આવ્યા હતા સંપર્કમાં

નિમિષા મૂળ અમબાચ ગામની છે અને હાલમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે. તેણે વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક કરી નોકરીનું લાલચ આપ્યું હતું. ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં PA તરીકેની નોકરીની લાલચ આપી 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીના બહાને 39 હજાર લીધા. બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી 4.13 લાખ અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી 31,800 રૂપિયા પડાવ્યા હતા.

નોકરી ન મળતાં શંકા ગઈ

પીડિત યુવકોને નોકરી ન મળતા તેમને છેતરપિંડીની શંકા ગઈ. તેમણે પારડી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીની ધરપકડ કરી છે. પોલીસ નકલી ઓળખપત્રનો સ્ત્રોત શોધી રહી છે. વધુ પીડિતો છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે.

Related News

Icon