Home / Gujarat / Devbhoomi Dwarka : 4 influencers caught for marketing gambling app

જુગાર રમાડતી એપ્પનું માર્કેટિંગ કરતા 4 ઈન્ફ્લુએન્સર Dwarkaમાંથી ઝડપાયા

જુગાર રમાડતી એપ્પનું માર્કેટિંગ કરતા 4 ઈન્ફ્લુએન્સર Dwarkaમાંથી ઝડપાયા

Devbhoomi Dwarka News: ડિજિટલ યુગમાં લોકો પૈસા કમાવવા માટે એનકેન પ્રકારના રસ્તા અપવાનતા હોય છે. એવામાં દ્વારકા જિલ્લામાં 4 જેટલા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જુગાર જેવા દૂષણને પ્રોત્સાહન આપતી ગેમનું પ્રમોશન કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવાનોને જુગારની મોહજાળમાં ફસાવતી આ ગેમમાં યુવાનો સાથે સાયબર ફ્રોડ થતું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવતા 4 જેટલા ઈન્ફ્લુએન્સર વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઝડપી પાડવામાં આવ્યા છે. યુવાનોને RAJAGAMES.COM, RUMMY MARZ.COM તથા 12DAYS.COM જેવી વેબસાઇટ મારફત ઠગવામાં મદદ કરનાર ચાર ઈન્ફ્લુએન્સરને પોલીસે ઝડપી પાડ્યા છે.

આરોપીઓની વિગત :-

  • 23 વર્ષીય ભરતભાઇ અરજનભાઈ લગારીયા - કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા
  • 23 વર્ષીય સુમાતભાઇ મશરીભાઇ ચાવડા - કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા
  • 22 વર્ષીય દિપક લખમણભાઇ સાંથલપરા - ભાણવડ, દેવભૂમિ દ્વારકા
  • 24 વર્ષીય કેસુર લખુભાઇ ભાટીયા - કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા
Related News

Icon