
દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG દ્વારા ડ્રગ્સનો વિશાળ જથ્થો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલા આશરે રૂ. 100 કરોડના મૂલ્યના નશીલા પદાર્થોનો નાશ કર્યો.
પોલીસ દ્વારા પકડાયેલા નશાકારક પદાર્થોમાં ગાંજો, મેફેડ્રોન, ટ્રામાડોલ ટેબ્લેટ્સ, કોડેઈનયુક્ત કફસીરપ અને ચરસનો સમાવેશ થાય છે આ તમામ પદાર્થોનો કાયદેસર રીતે નષ્ટ કરવામાં આવ્યો.
સમગ્ર મુદ્દામાલને કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ખાસ આગની ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો ત્યારે આ કામગીરી દેવભૂમિ દ્વારકા પોલીસની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી.