દ્વારકાધીશ ભગવાનને લઈ વિવાદિત નિવેદનને મામલે અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવામાં આ મામલે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, હું ભગવાન કૃષ્ણનો વંશજ છું, હું સનાતની છું. હિંદુ ધર્મનાં દેવી દેવતાને લઈ મને શ્રદ્ધા છે. કોઈ પણ દેવી દેવતા અંગે અયોગ્ય ટિપ્પણી કરવાથી દુઃખ પહોંચે છે. કોઈ પણ સંપ્રદાયમાં તેમના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્રારકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરવી જોઈએ.