
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થિની અંકિશાબેન પરમારએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ ધોરણ 10 ના પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગંભીર ભૂલ કરીને બોર્ડની પરીક્ષામાં ગેરહાજર બતાવી હતી. ત્યારબાદ તેનું પરિણામ ન આવતા વિદ્યાર્થિની ચોધાર આંસુએ રડી રહી હતી. જેનો અહેવાલ GSTV બતાવતા શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
પરિણામ અપાયું
પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીએ તમામ પુરાવા રજૂ કરતા 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી હતી. શિક્ષણ મંત્રીએ ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ આ દીકરીને ધોરણ 10નું પરિણામ આપવામાં આવ્યું હતું. 52 ટકા પરિણામ આપવામાં આવ્યા હતાં. જ્યારે શિક્ષણ મંત્રીએ ગાંધીનગર બોલાવીને દીકરીને પરિણામ આપ્યું છે. જ્યારે જે કર્મચારીઓ ભૂલ કરી છે. તેમની તેઓ સામે તપાસનો અહેવાલ પણ મંગાવવામાં આવશે.