
ભરૂચ જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે ૯ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે. 22 જૂને યોજાયેલ મતદાનમાં સામાન્ય ચૂંટણીમાં 77.03% અને પેટા ચૂંટણીમાં 60.59% મતદાન નોંધાયું હતું.
જંબુસર કોલેજમાં મતગણતરી
ચુંટણી પ્રક્રિયા માટે કુલ ૪ ગ્રામ પંચાયતો — જેમાં ૧ સામાન્ય અને ૩ પેટા ચૂંટણી શામેલ છે. મતગણતરી શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર પ્રક્રિયા જંબુસરના જેમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સભાગૃહમાં ચાલી રહી છે.
પૂરતો બંદોબસ્ત ગોઠવાયો
મતગણતરી કામગીરી માટે 72થી વધુ કર્મચારીઓ તથા 60 પોલીસ કર્મચારીઓ ની તૈનાતી કરવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. અત્યારસુધી કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નથી અને પરિણામ હળવા વિલંબ બાદ આજે જાહેર થવાની શક્યતા છે.