Home / Gujarat / Gandhinagar : Online services of government electricity companies closed from today till June 10

Gujarat news: સરકારી વીજ કંપનીઓની Online સેવાઓ આજથી 10 જૂન સુધી બંધ, જાણો શું છે કારણ

Gujarat news: સરકારી વીજ કંપનીઓની Online સેવાઓ આજથી 10 જૂન સુધી બંધ, જાણો શું છે કારણ

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવીનીકરણની કામગીરીને લઈને સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવા આજે સાંજે 6 વાગ્યાથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ મામલે GUVNLએ તેની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કઈ સેવાઓ રહેશે બંધ?

- કંપનીની વેબસાઇટ

- ગ્રાહક પોર્ટલ

- ઈ-વિદ્યુત સેવા

- ઇ-ગ્રામ

- વર્ચ્યુઅલ બૅંક એકાઉન્ટ

- સીએસસી સેન્ટર

- બૅંક શાખાઓ મારફત વીજ બિલ

- ઓનલાઇન વીજ બિલ

- અન્ય ચૂકવણી

સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવાઓ 6થી 10 જૂન સુધી બંધ

GUVNLના જણાવ્યા મુજબ, આજે શુક્રવારે (6 જૂન) સાંજના 6 વાગ્યાથી 10 જૂને 10 વાગ્યા સુધી GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓમાં UGVCL, MGVCL,PGVCL, DGVCL,  GETCO અને GSECLની ઓનલાઇન સેવા બંધ રહેશે. GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી કરવાની હોવાથી આ પ્રકારનો નિર્ણય કરાયો છે, ત્યારે ઓનલાઇન લાઇટ બીલ ભરવા સહિતની કામગીરીને લઈને ગ્રાહકોએ તેની નોંધ લેવા જણાવાયું છે. જ્યારે GUVNLની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં ફરીથી ઓનલાઇન સેવા કાર્યરત કરાશે. 


Icon