Home / World : What is 'Lolita Express'? Trump also traveled in it 7 times,

'લોલિતા એક્સપ્રેસ' શું છે? Trumpએ પણ 7 વખત તેમાં કરી હતી મુસાફરી, Muskએ કેમ ઉઠાવ્યો પ્રશ્ન

'લોલિતા એક્સપ્રેસ' શું છે? Trumpએ પણ 7 વખત તેમાં કરી હતી મુસાફરી, Muskએ કેમ ઉઠાવ્યો પ્રશ્ન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિઝનેસ ટાયકૂન એલોન મસ્કની મિત્રતા લગભગ ખતમ થઈ ગઈ છે. બંને વચ્ચે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય તોફાન ઊભું કરી રહ્યો છે. 'વન બિગ બ્યુટીફૂલ બિલ'થી શરૂ થયેલા વિવાદ હવે વ્યક્તિગત પ્રહાર, સરકારી કરાર રદ કરવાની ધમકી અને સરકારી નિતિ પર અસર પહોંચાડવા સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પ સાથે ઘર્ષણ બાદ મસ્કને આર્થિક સ્તરે પણ સંકટ ઊભું થતું દેખાઈ રહ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેક્સ બિલને લઈને પ્રહાર કર્યો તો તેની અસર ટેસ્લાના શેર્સ પર પણ જોવા મળી. કાર બનાવનારી કંપનીના શેરમાં 5 જૂને બજાર બંધ થતા સુધીમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો. જેનાથી કંપનીના બજાર મૂલ્યમાં 150 બિલિયન ડૉલરનો ઘટાડો આવ્યો. 

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કેમ શરૂ થયો વિવાદ? 
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે વિવાદનું કારણ 'વન બિગ બ્યૂટીફુલ બિલ' છે, આ ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલું બિલ છે. મસ્કે આ બિલની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ જનતાના પૈસાનો વેડફાડ છે. તેમણે એક્સ પર લખ્યું, 'આ બિલ મને એકવાર પણ બતાવવામાં નથી આવ્યું. રાતો રાત તેને એટલી ઝડપથી પસાર કરવામાં આવ્યું કે, મોટાભાગના કોંગ્રેસના સભ્યો તેને વાંચી નથી શક્યા.'

એલોન મસ્કે મોટો ઘટસ્ફોટ કર્યો 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મિત્રતા તૂટી ગયા બાદ એલોન મસ્કે મોટો વિસ્ફોટ કર્યો છે. તેમણે જાતીય શોષણના આરોપી જેફરી એપસ્ટેઇન સાથે ટ્રમ્પની મિત્રતાનો ખુલાસો કર્યો છે. આ પછી અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમાં ઘણી વિવાદાસ્પદ માહિતી પણ સામે આવી છે.

બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કીના સંબંધો 
૧૯૯૦ના દાયકામાં, તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની વાર્તા સમાચારમાં હતી. હવે ફરી એકવાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આવા જ કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પના મિત્ર, ટેસ્લાના માલિક અબજોપતિ એલોન મસ્કે આ આરોપો લગાવ્યા છે. મસ્કે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે 'હવે ખરેખર મોટો બોમ્બ ફેંકવાનો સમય આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટેઇન ફાઇલોમાં છે. તેથી જ આ ફાઇલો જાહેર કરવામાં આવી નથી. તમારો દિવસ શુભ રહે DJT.'

ટ્રમ્પના જૂના રહસ્યો જાહેર
એલોન મસ્ક અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. 13 જુલાઈ 2024 ના રોજ શરૂ થયેલી મિત્રતા 5 જૂન 2025 ના રોજ તૂટી ગઈ છે. હવે મસ્ક ટ્રમ્પના જૂના રહસ્યો જાહેર કરી રહ્યા છે. તે જ સમયે, ટ્રમ્પ તેમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. એલોન મસ્કે સગીર છોકરીઓનું જાતીય શોષણ અને તસ્કરી કરનારા જેફરી એપસ્ટેઇન સાથેના ટ્રમ્પના સંબંધો જાહેર કરીને ટ્રમ્પ સામે મહાભિયોગની માંગ કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવાની અને જેડી વાન્સને રાષ્ટ્રપતિ બનાવવાની માંગ કરી છે.

શું છે એપ્સટિન ફાઇલ્સ
એપ્સટિન એક હાઇપ્રોફાઇલ ફોજદારી કેસ છે. જેમાં સગીર છોકરીઓના જાતીય શોષણ અને તસ્કરીના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કેસમાં 2008માં યુએસ અબજોપતિ જેફરી એપ્સટિનને 13 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2019માં, જેફરી એપ્સટિનની ફરીથી આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 10 ઓગસ્ટ 2019ના રોજ, તેણે જેલમાં આત્મહત્યા કરી હતી. છ વર્ષ પછી, એપ્સટિન કેસનો પર્દાફાશ કરનાર વર્જિનિયા ગિફ્રેનું પણ પાછળથી અવસાન થયું. આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજોને 'એપ્સટિન ફાઇલ્સ' નામ આપવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક દસ્તાવેજો ફેબ્રુઆરી 2025માં જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ જાન્યુઆરી 2024માં, આ કેસ સાથે સંબંધિત લોકોની કથિત યાદી બહાર આવી હતી. તેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, હિલેરી ક્લિન્ટન, અભિનેતા લિયોનાર્ડો ડીકેપ્રિયો, માઇકલ જેક્સન અને ડોનાલ્ડ ટ્રમ્પના નામ શામેલ હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટિન વચ્ચેના સંબંધો
અબજપતિ અને ફાઇનાન્સર જેફરી એપ્સટિનને તેમની પુષ્કળ સંપત્તિના આધારે ધનિકો સાથે મિત્રતા બનાવી હતી. આમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ હતું. તેમનું એક નિવેદન પણ વાયરલ થયું છે, જે તેમણે 2002માં ન્યૂયોર્કના એક મેગેઝિનને આપ્યું હતું. જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે 'હું જેફરીને 15 વર્ષથી ઓળખું છું. તેમની સાથે રહેવાની મજા આવે છે. તેમને પણ મારી જેમ જ સુંદર છોકરીઓ ગમે છે.' બંને ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. એપ્સટિન ટ્રમ્પના ખાનગી ગોલ્ફ ક્લબ મારા-એ-લાગોમાં પણ જોવા મળ્યા હતા. તેઓ કેલેન્ડર ગર્લ સ્પર્ધામાં પણ ભાગ લેતા હતા. આ સ્પર્ધા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

પ્રાઇવેટ આઇલેન્ડ અને લોલિતા એક્સપ્રેસ
જેફરી એપ્સટિન, જેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આવી રહ્યું છે, તેના પર સગીર છોકરીઓના જાતીય શોષણ અને તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેફરી એપ્સટિન વિશે સત્ય 14 વર્ષની છોકરીની ફરિયાદ બાદ જ બહાર આવ્યું. એપ્સટિનની બદનામીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે કેટલાક ટાપુઓ પણ હતા. જ્યાં લોકોને ખાનગી વિમાનો દ્વારા લઈ જવામાં આવતા હતા. આ વિમાનોને 'લોલિતા એક્સપ્રેસ' કહેવામાં આવતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1993 થી 1997 દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે લોલિતા એક્સપ્રેસ દ્વારા 7 વખત મુસાફરી કરી હતી. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, ઘણા ધનિક લોકો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ આ ટાપુઓની મુસાફરી કરી હતી.

લોલિતા એક્સપ્રેસ નામ શા માટે?
'લોલિતા' એક વિવાદાસ્પદ નવલકથા છે. તે 1955 માં રશિયન અમેરિકન નવલકથાકાર વ્લાદિમીર નાબોકોવ દ્વારા લખવામાં આવી હતી. તે એક શૃંગારિક નવલકથા તરીકે ઓળખાય છે. જેમાં એક મધ્યમ વયના પ્રોફેસરની 12 વર્ષની છોકરી લોલિતા પ્રત્યેની વાસના અને વિચારસરણીની વાર્તા છે. વિવાદાસ્પદ હોવાને કારણે, આ નવલકથા ઘણા દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. ભારતમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થઈ હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. આ નવલકથાની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેની નકલો તેના પ્રકાશનના ત્રીજા દિવસે ફરીથી છાપવી પડી હતી.

Related News

Icon